Baroda

જી.એસ.એફ.સી. બ્રિજ પર ઊભેલી ટ્રકમાં બાઇક ઘુસી જતા પતિનું મોત, પત્ની ઘાયલ

By GS Team
16 Jul 20261 min read
TukuTouch Logo
આણંદના ખંભોળેજ ગામના કિરણભાઈ પઢિયાર (ઉં.વ.26) સવારે 7:15 વાગ્યે જી.એસ.એફ.સી. બ્રિજ પર ઉભેલા ટેન્કરમાં બાઈક ઘુસી જતાં ગંભીર અકસ્માતનો ભોગ બન્યા હતા. તેઓ પત્ની સાથે સંબંધીના સીમંત પ્રસંગે જઈ રહ્યા હતા. આ અકસ્માતમાં કિરણભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેમના પત્ની સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. છાણી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જી.એસ.એફ.સી. બ્રિજ પર ઊભેલી ટ્રકમાં બાઇક ઘુસી જતા પતિનું મોત, પત્ની ઘાયલ

વહેલી સવારે સવા સાત વાગ્યે જી.એસ.એફ.સી. બ્રિજ પર ઊભેલા ટ્રકમાં પાછળથી બાઇક ઘુસી જતા દંપતી પૈકી પતિનું મોત થયું છે.જ્યારે પત્ની હજી સારવાર હેઠળ છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આણંદ તાલુકાના ખંભોળેજ ગામ ઇન્દિરાનગરમાં રહેતા કિરણભાઇ દિનેશભાઇ પઢિયાર (ઉં.વ.૨૬) આજે સવારે બાઇક લઇને સંબંધીના ઘરે સીમંત પ્રસંગે જવા નીકળ્યા હતા. વાસદથી સુરત તરફ જતા હાઇવે જી.એસ.એફ.સી.બ્રિજ પર ઊભેલા ટેન્કરમાં પાછળથી તેઓની બાઇક ઘુસી જતા કિરણભાઇ તથા તેમના પત્નીને ગંભીર ઇજા થઇ હતી. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવતા ડોક્ટરે કિરણભાઇનું મોત થયું હોવાનું જણાવ્યું હતું. જ્યારે તેમના પત્ની સારવાર હેઠળ છે. છાણી પોલીસે આ અંગે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.