Baroda

નંદેસરી બ્રિજ પર હિટ એન્ડ રન : મ્યુનિસિપલ કર્મચારીને બાઈકચાલકે અડફેટે લેતા ઈજા

By GS Team
17 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરામાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. ગઈકાલે સાંજે 5 વાગ્યે, વડોદરા મનપાના 40 વર્ષીય કર્મચારી પિયુષભાઈ પરમાર મોપેડ પર ઘરે પરત ફરતા હતા. નંદેસરી બ્રિજ પાસે પૂરપાટ ઝડપે આવતા બાઈકે તેમને ટક્કર મારી હતી. જેમાં તેમને હાથ અને મોઢાના ભાગે ઈજા થઈ હતી. અકસ્માત સર્જી બાઈકચાલક ફરાર થઈ ગયો હતો. નંદેસરી પોલીસે બાઈક નંબરના આધારે તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નંદેસરી બ્રિજ પર હિટ એન્ડ રન : મ્યુનિસિપલ કર્મચારીને બાઈકચાલકે અડફેટે લેતા ઈજા

Vadodara Hit and Run : વડોદરા જિલ્લાના ફાજલપુર ગામ ખાતે રહેતા અને વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર–૩ના રેવન્યુ વિભાગમાં ફરજ બજાવતા 40 વર્ષીય પિયુષભાઈ ગણપતભાઈ પરમાર હિટ એન્ડ રન અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ બાઈકચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે બાઈકના નંબરના આધારે આરોપી ચાલકની શોધખોળ હાથ ધરી છે.
ગઈકાલે 16 જુલાઈના રોજ સાંજે આશરે 5 વાગ્યે પિયુષભાઈ પરમાર પોતાની નોકરી પરથી મોપેડ પર ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન નેશનલ હાઇવે પર નંદેસરી બ્રિજ ચઢતા ગોદાવરી પેટ્રોલ પંપ નજીક વાસદ તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલા બાઈકચાલકે તેમના મોપેડને જોરદાર ટક્કર મારી હતી.
અકસ્માતના કારણે પિયુષભાઈને હાથ તેમજ મોઢાના ભાગે ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી તેમને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જનાર બાઈકચાલક ઘટના બાદ સ્થળ પરથી નાસી છૂટ્યો હતો.
નંદેસરી પોલીસે મોટર સાયકલના નંબરના આધારે વાહનચાલકની ઓળખ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે.