વડોદરામાં 20 લાખનું હેરોઈન પકડાયું, પંજાબ કનેક્શનનો વધુ એક કેસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Drugs Smuggling : વડોદરાના રણોલી વિસ્તારમાં એક મકાનમાં દરોડો પાડી હેરોઈન અને પોષડોડાના મોટા જથ્થા સાથે એક કેરિયરને ઝડપી પાડ્યો છે. વડોદરામાં ડ્રગ્સનું ફરી એક વખત પંજાબ કનેક્શન બહાર આવતા પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠ્યા છે.
રણોલીના ચીકુવાડી નજીક લીમડી ફળિયામાં ભાડાના મકાનમાં રહેતા સત્યપ્રકાશ તિવારી સાથે થોડા સમયથી રહેવા માટે આવેલો સતનામ સિંગ નિરંજન સિંગ જાટ(મૂળ રહે-તરણ તારણ, પંજાબ) ડ્રગ્સનો ધંધો કરતો હોવાની વિગતો મળતા એસ.ઓ.જી ની ટીમે વોચ રાખી દરોડો પાડ્યો હતો.
પોલીસે મકાનમાંથી રૂ.20 લાખ ઉપરાંતની કિંમતનું 103 ગ્રામ હેરોઈન તેમજ 8000 ઉપરાંતનો પોષડોડાનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે વેચાણના રોકડાનું 4,130 અને મોબાઈલ પણ કબજે કર્યા હતા. પૂછપરછ દરમિયાન હેરોઈનનો જથ્થો રણોલીની અક્ષર રેસિડેન્સીમાં રહેતા પરગટસિંહ અજાયબ સિંહ ભરત પાસેથી મેળવ્યો હોવાની અને પોષડોડાનો જથ્થો એક ટ્રક ડ્રાઇવર પાસે મેળવ્યો હોવાની વિગતો ખુલતા પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે. ડ્રગ્સનું કનેક્શન પંજાબ તરફ ખુલતા પોલીસે તેની ગંભીર નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે.




