Baroda

ભારે વરસાદમાં નાના રેલવે સ્ટેશનો ખાતે મુસાફરો પરેશાન થયા

By GS Team
6 Aug 20261 min read
TukuTouch Logo
આજે પ્રતાપનગર ખાતે DRUCCની 2024-26 કાર્યકાળની અંતિમ બેઠક યોજાઈ. જેમાં પ્રતાપનગર-એકતાનગર વચ્ચે વધુ એક મેમુ ટ્રેન શરૂ કરવા, વિરાર-ભરૂચ એક્સપ્રેસને ડભોઇ સુધી લંબાવવા અને લાંબા અંતરની ટ્રેનોને ત્યાં સ્ટોપેજ આપવાની માંગ કરાઈ. કોરોનામાં બંધ ફિરોઝપુર જનતા અને જામનગર ઇન્ટરસિટી ફરી શરૂ કરવા પણ રજૂઆત થઈ. નાના સ્ટેશનો પર ખાણીપીણીના સ્ટોલ અને વિવિધ ટ્રેનોને અંકલેશ્વર સ્ટોપેજ આપવાની પણ માંગ કરાઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારે વરસાદમાં નાના રેલવે સ્ટેશનો ખાતે મુસાફરો પરેશાન થયા

આજે પ્રતાપનગર ખાતે પશ્વિમ રેલવેની ડિવિઝનલ રેલવે યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટી (ડીઆરયુસીસી)ની વર્ષ ૨૦૨૪-૨૬ના કાર્યકાળની અંતિમ બેઠક યોજાઈ હતી.

બેઠકમાં પ્રતાપનગર-એકતાનગર વચ્ચે વધુ એક મેમુ ટ્રેન શરૃ કરવાની માગ કરાઈ છે. ઉપરાંત, વિરાર-ભરૃચ એક્સપ્રેસ ટ્રેનને ડભોઇ સુધી લંબાવી મેમુ ટ્રેન મુજબ ભાડું વસૂલવાની રજૂઆત થઈ છે. સાથે જ લાંબા અંતરની એક્સપ્રેસ ટ્રેનોને ડભોઇ રેલવે સ્ટેશન પર સ્ટોપેજની પણ માગ છે.

પાલેજ અને ભરૃચ રેલવે સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજની કામગીરી ગોકળગતિએ ચાલી રહી હોઈ કામગીરીમાં ઝડપ લાવવા રજૂઆત થઈ છે.  થુવાવી રેલવે સ્ટેશન પરથી મુસાફરોને ટિકિટ મળી રહે તે માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે.

કોરોના દરમિયાન બંધ કરાયેલી ફિરોઝપુર જનતા અને જામનગર ઇન્ટરસિટી ટ્રેન ફરી શરૃ કરવાની માગ કરાઈ છે. ઉપરાંત વડોદરા-દહાણુ એક્સપ્રેસનો પ્રસ્થાન સમય સવારે ૬ઃ૨૫ના બદલે ૭ ઃ૦૫ વાગ્યે કરવાની પણ રજૂઆત થઈ છે.

તાજેતરમાં ભારે વરસાદ દરમિયાન નાના રેલવે સ્ટેશનો પર ખાણીપીણીના સ્ટોલ ન હોવાથી મુસાફરોને હાલાકી ભોગવવી પડતા નાના સ્ટેશનો પર જરૃરી ખાણીપીણીના સ્ટોલની સુવિધા ઉપલબ્ધ કરાવવા સૂચન કરાયું છે. આ ઉપરાંત, વલસાડ-વડનગર ટ્રેનને અંકલેશ્વર સ્ટોપેજ આપવાની, એકતાનગર-વારાણસી સાપ્તાહિક એક્સપ્રેસને દૈનિક બનાવી અયોધ્યા માર્ગે દોડાવવાની તેમજ સૂર્યનગરી, વંદે ભારત, શતાબ્દી અને ઓગસ્ટ ક્રાંતિ એક્સપ્રેસને અંકલેશ્વર ખાતે સ્ટોપેજ આપવાની પણ સમિતિના સભ્યોએ માગ કરી છે.