ગુજરાત રાજ્યમાં ગત વર્ષની સરખામણીએ 13.48 મિમી વરસાદની ઘટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Rain Update : વડોદરા જિલ્લા કંટ્રોલરૂમ દ્વારા આજે બપોરે 12 વાગ્યે જાહેર કરાયેલા સત્તાવાર આંકડા મુજબ જિલ્લામાં સવારથી છૂટોછવાયો વરસાદ વરસ્યો છે. જિલ્લામાં સરેરાશ 14.5 મિમી વરસાદ નોંધાયો છે.
તાલુકાવાર જોઈએ તો સાવલીમાં 10, વાઘોડિયામાં 6, ડભોઈમાં 23, પાદરામાં 15, કરજણમાં 7, શિનોરમાં 19 અને ડેસરમાં સૌથી વધુ 25 મિમી વરસાદ નોંધાયો છે. જ્યારે વડોદરા શહેરમાં 11 મિમી વરસાદ નોંધાયો છે.
મોસમના કુલ વરસાદની વાત કરીએ તો સાવલીમાં 388, વાઘોડિયામાં 424, ડભોઈમાં 688, પાદરામાં 633, કરજણમાં 629, શિનોરમાં 895 અને ડેસરમાં 596 મિમી વરસાદ નોંધાયો છે. જ્યારે વડોદરા શહેરમાં અત્યાર સુધીમાં 660 મિમી વરસાદ નોંધાયો છે. આમ, વડોદરા જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 614.13 મિમી નોંધાયો છે.
દરમિયાન, રાજ્યમાં પણ ચોમાસું સક્રિય બન્યું છે. 18 સપ્ટેમ્બર 2025ના રોજ ગુજરાતમાં મોસમનો 100.82 ટકા વરસાદ નોંધાયો હતો, જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં 87.34 ટકા વરસાદ નોંધાયો છે. આજે રાજ્યમાં 793.84 મિમી વરસાદ નોંધાયો હોવાનું સત્તાવાર આંકડામાં જણાવાયું છે.




