વડોદરાના વેપારી પાસે 10 કરોડની ખંડણીના કેસમાં ગુજરાત ATS પણ જોડાઇ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના કેમિકલના વેપારી પાસે ખંડણી વસૂલવાના કેસમાં ગુજરાત એટીએસ દ્વારા પણ વિગતો મેળવવામાં આવી હોવાની માહિતી મળી છે.
કેમિકલના વેપારી પાસે રૃ.૧૦ કરોડની ખંડણી માગનાર રોહિત ગોદારા ગેંગ સામે ગુનો નોંધાયા બાદ ટોકન પેટે રૃ.૧૦ લાખ લેવા આવેલા રાજસ્થાનના કુલદીપ સ્વામીને દિલ્હીના ચાંદની ચોકમાં છટકું ગોઠવી દિલ્હી અને વડોદરા પોલીસે દબોચી લીધો હતો.જે બનાવમાં રોહિત ગોદારા સામે ગુજરાતમાં પહેલો કેસ નોંધાયો હોવાની વિગતો ખૂલતાં ગુજરાત એટીએસ પણ સક્રિય બની છે.
એટીએસ દ્વારા ઉપરોક્ત બનાવની વિગતો મેળવીને તેના પર નજર રાખવામાં આવી રહી હોવાની વિગતો જાણવા મળી છે. તો બીજીતરફ વડોદરા ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ રોહિત ગોદારા તેમજ તેની ગેંગના નેટવર્કની તપાસ માટે રાજસ્થાન રવાના થઇ હોવાની પણ વિગતો પ્રાપ્ત થઇ છે.
ખંડણીની રકમ લેવા આવેલા કુલદીપ સ્વામીની કારમાંથી રૃ.ચાર કરોડનું હેરોઇન મળી આવતાં દિલ્હી પોલીસે તેને તા.૧૮મી સુધી રિમાન્ડ પર લીધો છે.જેથી રિમાન્ડ પુરા થયા બાદ વડોદરા પોલીસ કુલદીપને વડોદરા લાવવાની તજવીજ કરશે.




