ગોત્રીના રેસિડેન્ટ ડોક્ટરનું કેનાલમાં ડૂબી જવાથી મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

શહેર નજીકના અંકોડિયા ગામ નજીકની કેનાલમાં ડૂબી જતા ગોત્રી કોલેજના થર્ડ યર રેસિડેન્ટ ડોક્ટરનું મોત થયું હતું. જે અંગે તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આણંદ જિલ્લાના ખંભાતના મરીયમપુરામાં રહેતા ડોડિયા દર્શનકુમાર બાબુભાઇ ગોત્રી હોસ્પિટલમાં ડર્મેટોલોજી ડિપાર્ટમેન્ટમાં ફાઇનલ યરમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે હતા. આજે સવારે તેઓ મિત્ર નવનીત પરમાર સાથે અંકોડિયા કેનાલ વિસ્તારમાં ચાલવા ગયા હતા. તે દરમિયાન કેનાલના પાણીમાં તરતી પ્લાસ્ટિકની કોથળીઓ જોઇને ડો. દર્શન પાણીમાંથી કોથળીઓ બહાર કાઢવાનો પ્રયાસ કરતા હતા. તે દરમિયાન તેમનો પગ લપસતા તેઓ પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. કેનાલની બહાર ઊભેલા તેમના મિત્રે બૂમાબૂમ કરી હતી.તેમજ પોલીસ અને ફાયરબ્રિગેડે સ્થળ પર જઇને ડોક્ટરને બહાર કાઢ્યા હતા. સ્થળ પર હાજર લોકો તરત જ તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા. પરંતુ,તેઓનો જીવ બચી શક્યો નહતો.




