Baroda

કારમાં દારૃની ખેપ મારતો ગોધરા રેલવે પોલીસનો હે.કો.સંજય ચૂડાસમા 4.60લાખના દારૃ સાથે પકડાયો

By GS Team
18 Aug 20262 mins read
TukuTouch Logo
વડોદરા નજીક મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ-વે પરથી નંદેસરી પોલીસે ગોધરા રેલવેના હેડ કોન્સ્ટેબલ સંજય ચૂડાસમા અને તેના સાગરીત વિક્રમ ઢાપાને દારૂની ખેપ મારતા ઝડપી પાડ્યા હતા. મુખ્યમંત્રીના બંદોબસ્ત દરમિયાન ફાજલપુર ટોલ નાકા પાસેથી લાલ ક્રેટા કારમાંથી ₹4.60 લાખનો 2112 બોટલ દારૂ મળ્યો હતો. પોલીસે કુલ ₹7 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કારમાં દારૃની ખેપ મારતો ગોધરા રેલવે પોલીસનો હે.કો.સંજય ચૂડાસમા 4.60લાખના દારૃ સાથે પકડાયો

વડોદરા નજીક મુંબઇ-દિલ્હી એક્સપ્રેસ-વે પરથી નંદેસરી પોલીસે ગોધરા રેલવે પોલીસના હેડ કોન્સ્ટેબલ(હાલ દેરોલ રેલવે સ્ટેશન) અને તેના સાગરીતને કારમાં દારૃની ખેપ મારતા ઝડપી પાડી રૃ.૪.૬૦લાખનો દારૃ કબજે કર્યો હતો.
ભારતમાલા હાઇવે પર મુખ્યમંત્રીના બંદોબસ્ત માટે નંદેસરીના પીઆઇ બીડી જાડેજા અને સ્ટાફ હાજર હતા ત્યારે ફાજલપુર ટોલ નાકા તરફ ઉતરી રહેલી લાલરંગની ક્રેટા કારને તપાસતાં તેમાંથી દારૃની ૨૧૧૨ નંગ બોટલ મળી હતી.
પોલીસે કાર ચાલક અને તેના સાગરીતની પૂછપરછ કરતાં ચાલકનું નામ સંજય વિક્રમભાઇ રૃખડભાઇ ચૂડાસમા(દેરોલ રેલવે સ્ટેશન પાસે,પિન્ટુભાઇના મકાનમાં,પંચમહાલ મૂળ રહે.સરતાનપુર, તળાજા,ભાવનગર)હોવાનું ખૂલ્યું હતું.જ્યારે તેના સાગરીતનું નામ વિક્રમ વલ્લભભાઇ ઢાપા (પીથલપુર ગામ,તળાજા,ભાવનગર) હોવાનું ખૂલ્યું હતું.
પોલીસે વધુ તપાસ કરતાં સંજય ચૂડાસમા ગોધરા રેલવેમાં દેરોલ રેલવે પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હોવાની વિગતો ખૂલી હતી.જેથી બંને પાસેથી દારૃ અને કાર ઉપરાંત ચાર મોબાઇલ મળી કુલ રૃ.સાતલાખ ઉપરાંતની મતા કબજે કરી તેમને રિમાન્ડ પર લેવાની તજવીજ કરવામાં આવી છે.
સુરતના સલીમ પાસેથી દારૃ લાવ્યા હતા,હેકો સંજયનો નફામાં ભાગ હતો
દારૃની ખેપ મારતા પકડાયેલા દેરોલ રેલવેના હેડ કોન્સ્ટેબલ અને તેના સાગરીતની પ્રાથમિક તપાસમાં દારૃનો જથ્થો સુરતથી લાવતા હોવાની વિગતો બહાર આવી હતી.
નંદેસરીના પીઆઇ બીડી જાડેજાએ બંને આરોપીની પૂછપરછ કરતાં તેમણે ઉધના ખાતેથી સલીમ એહમદ(જલારામ નગર, લિંબાયત,સુરત) પાસેથી દારૃ મેળવ્યો હોવાની વિગતો બહાર આવી હતી.
પોલીસે સલીમની પણ તપાસ શરૃ કરી છે અને બંને આરોપી કેટલા વખતથી ખેપ મારતા હતા તે મુદ્દે મોબાઇલ સર્વેલન્સ તેમજ સીસીટીવી ફૂટેજને આધારે તપાસ કરવા ટીમો બનાવી છે.આરોપીઓ પૈકી વિક્રમ ઢાપા દારૃનું વેચાણ કરનાર હોવાની અને હેડ કોન્સ્ટેબલ નફામાં ભાગીદાર હોવાની વિગતો બહાર આવી છે.
કરક