ટીટી ચેમ્પિયનશિપમાં આજે ગર્લ્સની મેચો રમાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા આયોજિત વડોદરા જિલ્લા કક્ષાની ટેબલ ટેનિસની ત્રિ દિવસીય સ્પર્ધાનો આજથી એમ.એસ.યુનિવર્સિટીના ટેબલ ટેનિસ સેન્ટર ખાતે પ્રારંભ થયો છે.
આજે બોયઝ વિવિધ શ્રેણીની સ્પર્ધાઓમાં ખેલાડીઓનો શાનદાર દેખાવ રહ્યો હતો. હોપ્સ અંડર -૧૧ બોયઝમાં નક્ષિત પ્રજાપતિ,મહર્ષિ વ્યાસ, દેવાંશ ઓઝા,યુવાણ રાજ સહિતના ખેલાડી તથા કેડેટ અંડર -૧૩ બોયઝમાં અર્ણવ શાહ, નિત્યમ લઢાવા, રક્ષ સંઘવી, શ્રીહાન શાહ સહિતના ખેલાડીઓનો શ્રેષ્ઠ દેખાવ રહ્યો હતો.
ટોચના ક્રમાંકિત ખેલાડીઓ સેમી ફાઈનલમાં પ્રવેશ્યા હતા, જ્યારે ઉભરતા ખેલાડીઓનું પ્રતિભાશાળી પ્રદર્શન જોવા મળ્યું છે. આવતીકાલે શનિવારે ગર્લ્સની સ્પર્ધાઓ શરૃ થશે. તેમજ રવિવારે સવારે વેટરન્સની સ્પર્ધાઓ શરુ થશે અને આ દરમિયાન ફાઈનલની મેચો પણ રમાશે.
આ સ્પર્ધામાં અલગ- અલગ ૨૦ શ્રેણીઓમાં ૪૦૦ ખેલાડીઓએ ભાગ લીધો છે. ખિતાબ તથા રેન્કિંગ પોઈન્ટસ્ માટે ખેલાડીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.




