Baroda

બેચલર, માસ્ટર અને પીએચડી ડિગ્રી મેળવવામાં છોકરાઓ કરતા છોકરીઓ આગળ

By GS Team
11 Sep 20262 mins read
TukuTouch Logo
એમ.એસ. યુનિવર્સિટીના 75મા પદવીદાન સમારોહમાં કુલ 12557 ડિગ્રી એનાયત થશે, જેમાં છોકરીઓનું પ્રભુત્વ સ્પષ્ટ દેખાય છે. બેચલર, માસ્ટર, પીએચડી અને પીજી ડિપ્લોમા સહિત તમામ સ્તરે છોકરીઓએ છોકરાઓ કરતાં વધુ ડિગ્રી મેળવી છે. આર્ટસ, કોમર્સ, સાયન્સ જેવી ફેકલ્ટીઓમાં પણ છોકરીઓ આગળ છે. આ વર્ષે 210 ગોલ્ડ મેડલ એનાયત કરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

બેચલર, માસ્ટર અને પીએચડી ડિગ્રી મેળવવામાં છોકરાઓ કરતા છોકરીઓ આગળ

એમ.એસ.યુનિવર્સિટીના ૭૫મા પદવીદાન સમારોહમાં ૧૨૫૫૭ ડિગ્રી એનાયત થનાર છે.જેમાં બોયઝ કરતા ગર્લ્સની સંખ્યા વધારે છે.ફેકલ્ટીઓ પ્રમાણે પણ જોવામાં આવે તો ટેકનોલોજી, મેડિસિન અને ફાર્મસીને બાદ કરતા અન્ય તમામ ફેકલ્ટીઓમાં બેચલર ડિગ્રી મેળવવામાં વિદ્યાર્થિનીઓ આગળ છે.પદવીદાન સમારોહમાં ૪૫૩૨ છોકરીઓ અને ૪૨૮૨ છોકરાઓને ડિગ્રી એનાયત થશે.
માસ્ટર ડિગ્રીની વાત કરવામાં આવે તો ૧૭૬૬ ડિગ્રી છોકરીઓ અને ૧૦૯૧ ડિગ્રી છોકરાઓના ફાળે ગઈ છે. માસ્ટર્સ ડિગ્રી મેળવવામાં પણ મેનેજમેન્ટ, ટેકનોલોજી અને ફાર્મસીને બાદ કરવામાં આવે તો છોકરીઓનું વર્ચસ્વ છે.પીએચડી અને પીજી ડિપ્લોમામાં પણ છોકરીઓનો દબદબો છે.પીજી ડિપ્લોમા મેળવનારાઓમાં ૪૦૭ છોકરીઓ અને ૨૫૦ છોકરાઓ છે.જ્યારે ૧૩૫ પીએચડી ડિગ્રી છોકરીઓ અને ૯૪ પીએચડી ડિગ્રી છોકરાઓને એનાયત કરવામાં આવશે.ગોલ્ડ મેડલના આંકડા હજી સત્તાધીશો દ્વારા જાહેર કરાયા નથી પણ ગોલ્ડ મેડલ મેળવનારાઓમાં ગર્લ્સની સંખ્યા બોયઝ કરતા વધારે હશે તે નિશ્ચિત છે.

ફેકલ્ટી પ્રમાણે ડિગ્રી મેળવનાર છોકરા- છોકરીઓની સંખ્યા
બેચલર ડિગ્રી માસ્ટર ડિગ્રી પીએચડી
ફેકલ્ટી ગર્લ્સ બોયઝ ગર્લ્સ બોયઝ ગર્લ્સ બોયઝ
આર્ટસ ૩૩૭ ૨૫૨ ૨૦૨ ૮૩ ૧૮ ૨૫
કોમર્સ ૨૯૩૨ ૨૫૭૬ ૬૩૮ ૨૬૬ ૧૩ ૬
એજ્યુકેશન ૧૨૫ ૬૨ ૮૭ ૧૦ ૮ ૩
ફાઈન આર્ટસ ૬૬ ૪૫ ૩૫ ૨૨ - ૨
જર્નાલિઝમ ૧૧ - ૨૦ ૮ ૧ -
હોમસાયન્સ ૧૭૩ ૨૧ ૫૧ ૩ ૧૯ -
લો ૧૯૧ ૧૫૧ ૫૫ ૩૭ ૬ ૪
મેનેજમેન્ટ - - ૪૧ ૮૬ ૧ ૧
મેડિસિન ૨૨૧ ૨૮૪ ૧૨૮ ૧૧૪ ૧ -
પરફોર્મિંગ આર્ટસ ૧૭ ૧૦ ૨૬ ૨૩ ૧ ૮
ફાર્મસી ૨૩ ૨૭ ૨૬ ૧૮ ૩ ૧
સાયન્સ ૨૫૯ ૨૩૭ ૨૮૧ ૧૬૪ ૩૭ ૧૭
સોશ્યલ વર્ક ૩૭ ૧૭ ૬૩ ૬૩ ૬ ૩
ટેકનોલોજી ૧૪૦ ૬૦૦ ૧૧૩ ૧૯૪ ૨૧ ૨૪


એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોએ હવે ચાર વર્ષના ઓનર્સ કોર્સના વિદ્યાર્થીઓને ચોથા વર્ષ બાદ ગોલ્ડ મેડલ આપવાનું નક્કી કર્યું હોવાથી આ વખતે સમારોહમાં અપનારા ગોલ્ડ મેડલની સંખ્યા ઘટીને ૨૧૦ થઈ છે.ગત વર્ષે ૩૫૪ ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા હતા.આ ઉપરાંત ત્રીજા વર્ષમાંથી ચોથા વર્ષમાં આવનારા વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સફળતા બદલ સન્માનિત કરાશે.