Baroda

ઘાઘરેટિયાના નામચીન બૂટલેગરનો નવો કીમિયો મધ્યપ્રદેશથી ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં મગાવેલો ૯.૨૪ લાખનો દારૃ કબજે

By GS Team
3 Sep 20262 mins read
TukuTouch Logo
ઘાઘરેટિયાના કુખ્યાત બુટલેગર વિપુલ પંચાલે ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં મંગાવેલો ₹9.24 લાખનો વિદેશી દારૂ PCBએ ઝડપી પાડ્યો છે. ઇન્દોરથી લાવવામાં આવેલી બસમાંથી દારૂની 2,857 બોટલ સાથે ₹24.29 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. ડ્રાઈવર રફીક શેખ ઝડપાયો, જ્યારે વિપુલ પંચાલ સહિત અન્ય ફરાર છે. પોલીસે 24 કલાકમાં ચાર સ્થળેથી ₹11.30 લાખનો દારૂ કબજે કર્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

ઘાઘરેટિયાના નામચીન બૂટલેગરનો નવો કીમિયો મધ્યપ્રદેશથી ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં મગાવેલો ૯.૨૪ લાખનો દારૃ કબજે

ઘાઘરેટિયાના નામચીન અને માથાભારે બૂટલેગરે પોલીસની આંખમાં ધૂળ નાખવા માટે ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં મગાવેલો ે ૯.૨૪ લાખનો વિદેશી દારૃ પીસીબીએ ઝડપી પાડયો છે. પીસીબીએ છેલ્લા ૨૪ કલાકમાં ચાર સ્થળે રેડ કરીને ૧૧.૩૦ લાખનો દારૃ કબજે કર્યો છે.
મધ્યપ્રદેશના ઇન્દોર ખાતેથી માં શક્તિ ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં ઘાઘરેટિયામાં રહેતો નામચીન બૂટલેગર વિપુલ પંચાલ વિદેશી દારૃ ભરીને લાવ્યો છે. પોલીસે બસમાંથી દારૃની ૨,૮૫૭ બોટલ કિંમત રૃપિયા ૯.૨૪ લાખની કબજે કરી હતી. પોલીસે દારૃ, બસ સહિત ૨૪.૨૯ સાથનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી રફીક સલીમભાઇ શેખ (રહે. ગરીબ નવાઝ કોલોની, શિરપુર ગામ,જિ.ધુલીયા, મહારાષ્ટ્ર) ને પોલીસે ઝડપી પાડયો છે. જ્યારે નામચીન બૂટલેગર વિપુલ પંચાલ તથા ડ્રાઇવર ઇસ્માઇલ મલેક અને દારૃ ભરી આપનાર એમ.પી.ના જીતેન્દ્ર પાલને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.
પંચમ હાઇટ્સ ત્રણ રસ્તા પાસે ખોડિયારનગર - ૩ ના મકાનમાં રહેતા અને દારૃ વેચતા લક્ષ્મીબેન ડાહ્યાભાઇ સોલંકીને ઝડપી પાડી દારૃની ૨૨૩ બોટલ કિંમત રૃપિયા ૬૪,૪૦૫ ની કબજે કરી છે. જ્યારે તેમના પુત્રને વોન્ટેડ જાહેર કરાયો છે.લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની હદમાં વિદ્યામંદિર સ્કૂલ પાસે કૃષ્ણદિપ સોસાયટીમાં રહેતા સુનીલકુમાર શ્રીનિવાસ સિંગ રાઠોડને કારમાં વિદેશી દારૃ લઇને આવતા ઝડપી પાડી દારૃની ૫૭ બોટલ કિંમત રૃપિયા ૧.૩૪ લાખની કબજે કરી હતી. દારૃ, કાર અને મોબાઇલ ફોન મળીને કુલ ૩.૮૯ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.પાણીગેટ ડભોઇ રોડ શાંતિનગરમાં રહેતા ચેતન ઉર્ફે દર્શન મુકેશભાઇ શાહને વિદેશી દારૃની ૨૬ બોટલ કિંમત રૃપિયા ૭,૭૮૦ સાથે ઝડપી પાડયો છે. જ્યારે તેના ભાઇ કેતન ઉર્ફે માંજરાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.