Baroda

વડોદરામાં ગેસ બિલની 26.43 લાખના બાકી બિલો : 22 ગેસ કનેક્શન કાપ્યા

By GS Team
12 Aug 20262 mins read
TukuTouch Logo
વડોદરા ગેસ લિમિટેડ દ્વારા શહેરના સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેસ બિલની વસૂલાત માટે સઘન ઝુંબેશ હાથ ધરાઈ છે. 11 ઓગસ્ટે પોલીસ બંદોબસ્ત સાથે અજબડી મિલ રોડ, યાકુતપુરા સહિતના વિસ્તારોમાં 59 કર્મચારીઓની 2 ટીમોએ 56 ગ્રાહકોના ઘરે જઈ રૂ. 3,46,730ની વસૂલાત કરી. 22 કનેક્શન કપાયા, જ્યારે 2 કનેક્શન પુનઃ શરૂ કરાયા. આ કામગીરી બીજા દિવસે પણ ચાલુ રહી.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં ગેસ બિલની 26.43 લાખના બાકી બિલો : 22 ગેસ કનેક્શન કાપ્યા

Vadodara Gas Company : વડોદરા ગેસ લિમિટેડ દ્વારા ગેસના બાકી બિલની વસૂલાત માટે શહેરના સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન રિકવરી કામગીરી હાથ ધરવામાં આવી છે. 11 ઓગસ્ટના રોજ પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરાયેલી કામગીરી દરમિયાન ગેસ કંપનીની ટીમે વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કરી બાકીદારો પાસેથી વસૂલાત કરી હતી.
અજબડી મિલ રોડ, યાકુતપુરા, તાજ સોડા ફેક્ટરી, પટેલ ફળિયા, સોદાગર બિલ્ડિંગ, ચાપાનેર દરવાજા, કોયલી ફળિયા, જુનીગઢી, છીપવાડ, મહેતા પોળ, મુસા પોળ અને જગમલી પોળ સહિતના વિસ્તારોમાં કામગીરી ચાલી રહી છે.
વડોદરા ગેસ લિમિટેડ દ્વારા રિકવરી કામગીરી માટે બે અલગ અલગ ટીમોમાં આશરે 59 કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. તેમની સાથે સિટી પોલીસ સ્ટેશનના પાંચ પોલીસ કર્મચારીઓ પણ બંદોબસ્તમાં જોડાયા હતા.
રિકવરી ટીમે પોલીસની સાથે ફિલ્ડ વિઝિટ કરી હતી. અગાઉ બાકી બિલ ભરવા માટે ગ્રાહકોને વારંવાર ફોન કરવામાં આવ્યા હોવા છતાં ચુકવણી ન કરનાર ગ્રાહકોના પરિસરની મુલાકાત લેવામાં આવી હતી. ટીમ દ્વારા કુલ 56 જેટલા ગ્રાહકોના પરિસરની મુલાકાત લેવામાં આવી હતી. આ ઉપરાંત કેટલાક ગ્રાહકોએ સ્થળ પર જ ગેસ બિલની રકમ ચૂકવી હતી.
પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરાયેલી કામગીરીમાં એક દિવસ દરમિયાન કુલ રૂ.3,46,730ની વસૂલાત કરવામાં આવી હતી. જ્યારે બાકી બિલ નહીં ભરનારા ગ્રાહકોના 22 ગેસ કનેક્શન બંધ કરવામાં આવ્યા હતા અને અગાઉ બંધ કરાયેલા બે કનેક્શનની બાકી રકમ ભરપાઈ થતાં તેને ફરી ચાલુ કરવામાં આવ્યા હતા.
બાકી વસૂલાતના કારણે બંધ કરાયેલા 22 કનેક્શનની કુલ બાકી રકમ રૂ.26,43,018 હોવાનું જાણવા મળ્યું છે.
દરમિયાન, આ વિસ્તારોમાં બીજા દિવસે પણ બાકી ગેસ બિલની વસૂલાત અને કનેક્શન ચેકિંગની કામગીરી ચાલુ રાખવામાં આવી છે.