Baroda
અકોટા અને વાસણારોડના મોલમાંથી ચાર મહિલાની ગેંગ ઘી ના 56 પાઉચ ચોરી ફરાર
By GS Team
16 Jul 20261 min read
અકોટા અને વાસણારોડના બે મોલમાંથી 4 મહિલાઓની ગેંગે કુલ 56 ઘીના પાઉચ ચોરી લીધા છે. ડીમાર્ટ મોલના સુપરવાઈઝરે પોલીસને જાણ કરતા, CCTV ફૂટેજ તપાસતા 12મીએ સાંજે 4:30 વાગ્યે 32 પાઉચ (રૂ. 20920) અને વાસણારોડ પરથી 24 પાઉચ (રૂ. 15360) ચોરાયાનું સામે આવ્યું. અકોટા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Summarized by AI; it may make mistakes. Check important info

અકોટા અને વાસણારોડના બે મોલમાંથી ચાર મહિલાઓની ગેંગ ઘી ના કુલ ૫૬ પાઉચ ચોરી જતાં સીસીટીવી ફૂટેજને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
અકોટા વિસ્તારમાં આવેલા ડીમાર્ટ મોલના સુપરવાઇઝર રફિકભાઇ મલેકે પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૧૫મીએ સ્ટોક ચેક કરતાં ઘીના પાઉચ ઓછા જણાયા હતા. જેથી સીસીટીવી ફૂટેજ તપાસતાં તા.૧૨મીએ સાંજે સાડા ચાર વાગ્યે ચાર મહિલા કુલ ૩૨ પાઉચ(રૃ.૨૦૯૨૦) ચોરી ગઇ હોવાનું જણાઇ આવ્યું હતું.
આવી જ રીતે વાસણારોડના અમારા મોલમાં પણ તે જ દિવસે સાંજે સવા છ વાગ્યે આ જ ચાર મહિલા ઘી ના ૨૪ પાઉચ (રૃ.૧૫૩૬૦) ચોરી ગઇ હોવાનું જણાઇ આવતાં અકોટા પોલીસે ગુનો નોંધ્યો છે.