સોશ્યલ મીડિયા પર મિત્રતા ભારે પડી..સગીરાના પરિવારે હોટલમાંથી પુત્રીને લઇ જનાર યુવકને ઝડપી પાડ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં સોશ્યલ મીડિયા પરની મિત્રતા ભારે પડી હોવાનો એક કિસ્સો બહાર આવતાં અકોટા પોલીસે દુષ્કર્મના ગુના હેઠળ રાજસ્થાનના યુવકને ઝડપી પાડી સગીરાને તેના પરિવારને સોંપી હતી.
સોશ્યલ મીડિયા પર મિત્રતાના નામે સગીરવયની વિદ્યાર્થિનીઓને ફોસલાવી તેમનો દુરુપયોગ અને બ્લેકમેલ કરવાના વારંવાર બનાવો બનતા હોય છે ત્યારે અકોટા વિસ્તારની સપના હોટલમાં આવો જ એક બનાવ બન્યો છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વડોદરામાં રહેતી અને કોલેજમાં એડમિશન લેનાર સગીરા ચારેક મહિના પહેલાં રાજસ્થાનના ભરતપુર ખાતે રહેતા કરણવીર ચૌધરી નામના યુવકના સંપર્કમાં આવી હતી.બંને વચ્ચેની મિત્રતા વધુ ગાઢ બનતાં યુવક વડોદરા આવતો થયો હતો.
સગીરાના પરિવારને શંકા જતાં તેમણે પણ પુત્રી પર વોચ રાખવા માંડી હતી.જે દરમિયાન કરણવીર સગીરાને અકોટાની હોટલના રૃમમાં લઇ જતાં તેના પરિવારે પોલીસની મદદ લીધી હતી અને હોટલના રૃમમાં છાપો મારતાં બંને પકડાઇ ગયા હતા. અકોટા પોલીસે આ અંગે પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. એસટીએસસી સેલના એસીપી સીબી સોલંકીએ રેપીડોનું કામ કરતા યુવકની ધરપકડ કરતાં કોર્ટે તેને જેલભેગો કર્યો છે.




