Baroda

પિતા પુત્રના એકાઉન્ટમાંથી ભેજાબાજે ૧.૯૯ લાખ પડાવી લીધા

By GS Team
13 Sep 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં ભેજાબાજ ગઠિયાઓએ ફર્નિચરના વેપારી બ્રિજેશ શાહના પિતાના જૂના મોબાઈલ નંબરનું સીમ કાર્ડ અન્ય કંપનીમાં પોર્ટેબલ કરાવી લીધું. અકોટાની વિહાર સોસાયટીમાં રહેતા વેપારીના અને તેમના પિતાના બેંક ખાતામાંથી કુલ 1.99 લાખ રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી થઈ. ઝારખંડમાં કોઈ વ્યક્તિના નામે ઇશ્યૂ થયેલા નંબર દ્વારા આ છેતરપિંડી આચરવામાં આવી હતી. જે.પી.રોડ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પિતા  પુત્રના એકાઉન્ટમાંથી ભેજાબાજે ૧.૯૯ લાખ પડાવી લીધા

ભેજાબાજ ગઠિયાઓએ ફર્નિચરના વેપારીના પિતાના જૂના મોબાઇલ નંબરનું સીમ કાર્ડ અન્ય મોબાઇલ કંપનીમાં પોર્ટેબલ કરાવી ૧.૯૯ લાખ પડાવી લીધા હતા. જે અંગે જે.પી.રોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અકોટાની વિહાર સોસાયટીમાં રહેતા બ્રિજેશ ગિરીશભાઇ શાહ ફર્નિચરનો વેપાર કરે છે.જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૫ મી સપ્ટેમ્બરે મારા એકાઉન્ટમાંથી પહેલી વખત પાંચ રૃપિયા અને બીજી વખત૯૯,૫૦૦ રૃપિયા ડેબીટ થયા હતા. તેમજ છઠ્ઠી તારીખે પણ ૯૯,૫૦૦ રૃપિયા ડેબીટ થયાા હતા.મારી જાણ બહાર ટ્રાન્ઝેક્શન થયા હોઇ મેં સાયબર હેલ્પ લાઇન પર કોલ કર્યો હતો. મારા પિતાના એકાઉન્ટમાંથી પણ આ રીતે ટ્રાન્ઝેક્શન થતા મેં ચેક કરતા જાણવા મળ્યુ ંકે, બે મહિના પહેલા મારા પિતા જ ેમોબાઇલ નંબરનો ઉપયોગ કરતા હતા. તે નંબર મારા તથા મારા પરિવારના બેંક એકાઉન્ટ સાથે લિન્ક હતો. તે નંબર પર ૭ મી તારીખે રાત્રે ૧૧ઃ ૫૯ કલાકે મેસેજ આવ્યો હતો કે, તમારો મોબાઇલ નંબર તમારી રિક્વેસ્ટના આધારે જિયો કંપનીમાંથી એરટેલ કંપનીમાં પોર્ટેેબલ થઇ ગયો છે. એરટેલ કસ્ટમર કેરમાં ચેક કરતા એવું જાણવા મળ્યું કે, તમારો મોબાઇલ નંબર એરટેલમાં આવી જતા ઝારખંડમાં કોઇ વ્યક્તિના નામે ઇશ્યૂ થઇ ગયો છે.
અમારી જાણ બહાર મારા પિતાનો જૂનો મોબાઇલ નંબર આરોપીએ ટેકનિકલ માધ્યમથી એરટેલ કંપનીમંા પોર્ટેબલ કરાવી તે નંબર પર લિન્ક ડેટાનો ઉપયોગ કરી ૧.૯૯ લાખનું ટ્રાન્ઝેક્શન અમારા એકાઉન્ટમાંથી કરી દીધું હતું.