ટ્રાફિક ઇ ચલણના નામે ૯૮ હજાર પડાવી લેતા ઠગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઓનલાઇન ટ્રાફિક ચલાણના નામે સાયબર ઠગોએ એપીએમસીના વેપારી સાથે છેતરપિંડી કરી ૯૮ હજાર ઉપરાંતની રકમ પડાવી લીધી હતી.
આજવારોડ ભાગ્ય લક્ષ્મી નગરમાં રહેતા કિરીટભાઈ મોહનભાઈ પરમાર સયાજીપુરા એપીએમસીમાં શ્રી ગણેશ એગ્રો નામની દુકાન ચલાવે છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તારીખ ૦૨ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ બપોરે ૩ વાગ્યે મારા મોબાઈલ નંબર પર એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો. તે મેસેજમાં મારા વાહન ૧,૦૦૦ નો ટ્રાફિક ફાઈન બાકી હોવાનું જણાવી એક લિંક મોકલવામાં આવી હતી.
મેં આ લિંકને સાચી માનીને ટ્રાફિક દંડ ભરવાના હેતુથી તેના પર ક્લિક કર્યું હતું. મારા મોબાઇલ પર અલગ - અલગ બેંકોના ઓ.ટી.પી. આવવા લાગ્યા હતા. જે ઓ.ટી.પી. મેં ડિલિટ કરી દીધા હતા. ત્યારબાદ ચોથી તારીખે મારા એકાઉન્ટમાંથી ૯૮,૯૨૨ રૃપિયા ડેબિટ થઇ ગયા હતા.




