Baroda
ગોત્રી વુડાના મકાનની ટેરેસ પર જુગાર રમતા ચાર પકડાયા
By GS Team
14 Aug 20261 min read
જન્માષ્ટમી પૂર્વે શહેર પોલીસે ગોત્રી દિનદયાળ નગરના વુડાના મકાનોની ટેરેસ પર ચાલતા જુગારધામ પર દરોડો પાડ્યો હતો. લક્ષ્મીપુરા પોલીસે 4 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રોકડા ₹12900 અને 3 મોબાઈલ ફોન સહિત કુલ ₹25,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Summarized by AI; it may make mistakes. Check important info

શહેર પોલીસે જન્માષ્ટમી પહેલાં જુગારનો વધુ એક કેસ કરી ચાર જણાની ધરપકડ કરી છે.
ગોત્રી દિનદયાળ નગરના વુડાના મકાનોની ટેરેસ પર કેટલાક લોકો જુગાર રમતા હોવાની માહિતી મળતાં લક્ષ્મીપુરા પોલીસે દરોડો પાડ્યો હતો.
પોલીસે કુંડાળુ વાળીને જુગાર રમતા નિતેશ અરવિંદભાઇ પટેલ(પટેલ ફળિયું,ખાનપુર ગામ,તા. વડોદરા),ગણેશ કનૈયાલાલ સોલંકી(લક્ષ્મી નગર-૨,ગાયત્રીનગર પાસે,ગોત્રી),ભાવેશ ભરતભાઇ સોલંકી(નવા વુડાના મકાનમાં,દિન દયાળ નગર,ગોત્રી) અને નિકુંજ જયેશભાઇ પરમાર(લક્ષ્મીપુરા ગામ)ને ઝડપી પાડી રોકડા રૃ.૧૨૯૦૦ અને ત્રણ મોબાઇલ મળી રૃ.૨૫ હજારની મતા કબજે કરી હતી.