ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર દ્વારા પુત્રવધૂને ગર્ભપાત માટે દબાણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર,તેમના પતિ અને પુત્ર સામે ગંભીર આક્ષેપો કરતી અરજી પુત્રવધૂ દ્વારા કરવામાં આવી છે. જે અંગે બાપોદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જોકે,પૂર્વ મહિલા કોર્પોરેટના પતિએ આ તમામ આક્ષેપો ખોટા હોવાનું જણાવ્યું છે.
આજવારોડ પુરૃષોત્તમનગરમાં રહેતા ભાવિની ભાવિનભાઇ જેઠવાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં અરજી આપી જણાવ્યું છે કે, મારા લગ્ન ઓગસ્ટ ૨૦૨૨ માં થયા હતા.લગ્ન પછી મારા પતિ અમેરિકા ગયા હતા.પોતાની બહેનના લગ્ન પ્રસંગે મારા પતિ જાન્યુઆરી ૨૦૨૫ માં વડોદરા આવ્યા હતા. લગ્ન પ્રસંગ પૂરો થયા પછી તેઓ પરત અમેરિકા જવા નીકળ્યા હતા. પરંતુ, અબુધાબી ઇમિગ્રેશન પર વિઝા કેન્સલ થતા તેઓને પરત ભારત આવવું પડયું હતું. ત્યારબાદ તેઓ અમારી સાથે રહેતા હતા. મને ગર્ભ રહેતા મારા સ ાસુ, સસરાને પસંદ નહતું.તેઓ ગર્ભ પડાવી નાખવા માટે દબાણ કરતા હતા.મારા સાસુ પ્રફુલ્લાબેનને તેમના પ તિ રાજુભાઇ પણ સાથ આપતા હતા. મને વાંક વગર ઘરની બહાર કાઢી મૂકી છે.હું ગર્ભપાત કરાવવા તૈયાર નથી. મારા પતિને મારાથી દૂર કરવા માટે તેઓ હંમેશા માટે ભારત છોડીને જતા રહે તેવી કોશિશ મારા સાસુ, સસરા કરી રહ્યા છે. મારા પર ખોટા જુલ્મ કરી ત્રાસ આપી રહ્યા છે. મારા સાસુ પૂર્વ કોર્પોરેટર હોવાથી ધમકી આપી રહ્યા છે. મારે મમતા કાર્ડ કઢાવવું છે,પણ મારા તમામ દસ્તાવેજો તેઓની પાસે છે.પ્રફુલ્લાબેના પતિએ જણાવ્યું છે કે, આક્ષેપો સાચા નથી, અમે પુત્રવધૂને અપનાવવા તૈયાર છીએ પણ તેને આવવું નથી. બાપોદ પી.આઇ.એ જણાવ્યું છે કે, અમે કાઉન્સેલિંગ કરી રહ્યા છે. આવતીકાલે પણ તેઓને બોલાવ્યા છે. ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.




