રેલવે સ્ટેશન સામેની ગાયત્રી ભવન રેસ્ટોરાંમાં આગ લાગતાં અફરાતફરી, ટ્રાફિક જામ થયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Fire : વડોદરા રેલ્વે સ્ટેશનની સામે આવેલી એક રેસ્ટોરાંમાં આગ લાગતા ભારે નાસભાગ મચી હતી. બનાવને પગલે ટ્રાફિકજામ થતા પોલીસે સ્થિતિ સંભાળી હતી.
રેલવે સ્ટેશન સામે આવેલા જનમહેલના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલી ગાયત્રી ભવન નામની રેસ્ટોરાંમાં આજે સવારે ચીમનીમાં ભડકો થયા બાદ આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. થોડી જ વારમાં આગ રેસ્ટોરાંના એક ભાગમાં પ્રસરી ગઈ હતી.
બનાવ બન્યો ત્યારે દુકાનમાં કેટલાક કારીગરો હાજર હતા અને તેઓ તરત જ દોડીને બહાર નીકળી ગયા હતા જેથી કોઈ જાનહાની થઈ નથી. વાહનોથી સતત ધમધમતા આ માર્ગ ઉપર બનાવ બાદ ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી. ફાયર બ્રિગેડ દ્વારા થોડી જ વારમાં આગ પર કાબુ મેળવી લેવાયો હતો જેથી આસપાસની દુકાનો બચી ગઈ હતી.




