Baroda

એટ્રોસિટિના ૫૬૦ ગુનાઓમાં રૃ.૧૩ કરોડથી વધુની નાણાંકીય સહાય ચૂકવાઇ

By GS Team
15 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરામાં છેલ્લા 5 વર્ષમાં એટ્રોસિટીના 560થી વધુ કેસમાં પીડિતોને 13 કરોડથી વધુની નાણાકીય સહાય ચૂકવાઈ છે. વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુસૂચિત જાતિ-જનજાતિ પર થતા અત્યાચારના કેસોમાં ચાર્જશીટ દાખલ કરીને નિયમાનુસાર સહાય અપાઈ છે. હત્યાના કેસમાં 8.25 લાખ રૂપિયાની સૌથી વધુ સહાય મળે છે. શહેર વિસ્તારમાં જાતિગત અત્યાચારનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એટ્રોસિટિના ૫૬૦ ગુનાઓમાં  રૃ.૧૩ કરોડથી વધુની નાણાંકીય સહાય ચૂકવાઇ

વડોદરામાં છેલ્લા ૫ વર્ષમાં એટ્રોસિટિના ૫૬૦ થી વધુ કિસ્સામાં ભોગ બનનાર પરિવાર અને પીડિતોને રૃ. ૧૩ કરોડથી વધુની નાણાકીય સહાય ચૂકવાઈ છે.તંત્ર દ્વારા ચાર્જશીટ દાખલ કરીને પીડિતોને નિયમાનુસાર સહાયની રકમ ચૂકવવામાં આવી છે.
એટ્રોસિટિનો કેસ દાખલ થતાં જ નિયમ મુજબ પીડિતોના બેંક ખાતામાં પ્રથમ હપ્તાની સહાય જમા કરાવવામાં આવે છે, જેનાથી પીડિત પરિવારોને પ્રાથમિક તબક્કે મોટો આથક આધાર મળી રહે છે. વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજના લોકો પર થતા અત્યાચારના કેસો અંગેના સત્તાવાર આંકડા પ્રકાશમાં આવ્યા છે. વર્ષ ૨૦૨૧થી ઓગસ્ટ ૨૦૨૬ સુધીના સમયગાળા દરમિયાન વડોદરા શહેર અને ગ્રામ્ય પોલીસ વિસ્તારમાં નોંધાયેલા એટ્રોસિટિના કેસો, તેમાં થયેલી તપાસ, ચાર્જશીટ અને પીડિતોને અપાયેલી આથક સહાયની વિગતો સામે આવી છે. આ આંકડાઓ દર્શાવે છે કે વડોદરા શહેરમાં ગ્રામ્ય વિસ્તારની સરખામણીએ જાતિગત અત્યાચાર અને ગુનાખોરીનું પ્રમાણ વધુ રહ્યું છે.
છેલ્લા ૫ વર્ષ અને ૮ મહિનામાં વડોદરા શહેર વિસ્તારમાં એસ.સી. કેટેગરીમાં એટ્રોસિટિ એક્ટ હેઠળ કુલ ૧૯૬ બનાવો બન્યા છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ૧૪૫ બનાવો નોંધાયા છે. સૌથી વધુ સહાય હત્યાના કેસમાં ૮.૨૫ લાખ રૃપિયાની ચૂકવવામાં આવે છે. જ્યારે અન્ય કેસમાં ગંભીરતા મુજબ રૃપિયાની ચૂકવણી ફરિયાદ નોંધાયાથી તે કેસના અંતિમ નિર્ણય સુધી તબક્કાવાર રીતે કરવામાં આવે છે.