વડોદરાના ચોખંડીમાં ગણપતિના ફાળાના મુદ્દે મારામારી : બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Crime : વડોદરાના ચોખંડીમાં ગણપતિના ફાળાના મુદ્દે તકરાર થતા મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. જે અંગે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી છે.
મૂળ રાજસ્થાનના અને હાલમાં ચોખંડી કંસારા પોળમાં રાજસ્થાન કુલ્ફી દુકાનની ઉપર રહેતા બીજેન્દ્રસિંહ વાઘેલાએ વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું છેલ્લા બે વર્ષથી કુલ્ફીની દુકાન ચલાવું છું. પાંચ દિવસ અગાઉ અમારી દુકાને હિતેશ પટણીએ આવીને ગણપતિના તહેવારને લઇને 21 હજારનો ફાળો માગ્યો હતો. આટલા રૂપિયા હું આપી શકું તેમ નહી હોવાનું કહેતા તેણે એવી ધમકી આપી હતી કે, તું દુકાન કેવી રીતે ચલાવે છે, તે હું જોઇ લઇશ. 13મી તારીખે ત્રણ વાગ્યે અમારી દુકાનની આગળ ઊભી રહેતી ચાઇનિઝની લારી પર આવ્યા હતા. ગણપતિના ફાળાને લઇને તેઓએ મારા દીકરા પર હુમલો કર્યો હતો. થોડીવાર પછી મોન્ટી અને પંકજ પણ આવી ગયા હતા. તમે ગણપતિનો ફાળો કેમ આપતા નથી, તેવું કહીને તેઓએ પણ હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી.
જ્યારે સામા પક્ષે જતીન પટણીએ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગણપતિના ફાળા બાબતે તકરાર થતા બીજેન્દ્રસિંહ વાઘેલા અને તેમના પરિવારે ઝઘડો કર્યો હતો. તેમજ લાકડી વડે મારા પર હુમલો કરી ધમકી આપી હતી.




