Baroda

નાગરવાડામાં મટકીફોડના કાર્યક્રમ દરમિયાન મારામારી, સફાઈ મુદ્દે થયેલા ઝઘડામાં બંને પક્ષની સામ સામે ફરિયાદ

By GS Team
6 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરાના નાગરવાડામાં મટકીફોડ કાર્યક્રમ બાદ સફાઈ મુદ્દે પડોશીઓ વચ્ચે મારામારી થઈ હતી. રાત્રે 10 વાગ્યે જયેશ મકવાણાએ ફૂલડા હટાવવાનું કહેતા કંચનભાઈ પરમાર ઉશ્કેરાયા અને ગાળો ભાંડી. કંચન, ઉર્મિલા, અશોક અને આદિત્યએ જયેશને માર માર્યો. સામા પક્ષે, અશોક રોહિતે જયેશ, હસમુખ અને ક્રિષ ઉર્ફે કૃણાલ સામે હુમલાની ફરિયાદ કરી. કારેલીબાગ પોલીસે 7 લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નાગરવાડામાં મટકીફોડના કાર્યક્રમ દરમિયાન મારામારી, સફાઈ મુદ્દે થયેલા ઝઘડામાં બંને પક્ષની સામ સામે ફરિયાદ

Vadodara: નાગરવાડામાં મટકીફોડના કાર્યક્રમ બાદ સફાઈ મુદ્દે પાડોશીઓ વચ્ચે થયેલી મારામારીના બનાવમાં કારેલીબાગ પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે સાત વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો છે.

નાગરવાડા સંતોષી માતાની પોળમાં રહેતા 47 વર્ષના જયેશ નરહરી મકવાણા રીક્ષા ચલાવે છે. એમણે પોલીસ ફરિયાદમાં ક્હયું કે ગઈકાલે રાત્રે 10 વાગ્યે મારી બાજુમાં રહેતા કંચનભાઈ પરમારના ઘરે મટકીફોડ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કંચનભાઈને મેં કહ્યું હતું કે મારા વાહનોની નીચે ફુલડા હોઈ હટાવી લો. આ દરમિયાન કંચનભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને મને ગાળો આપી મારી સાથે ઝઘડો કર્યો હતો. કંચનની પત્ની ઉર્મિલા, અશોક તથા આદિત્ય અને અન્ય લોકોએ મને ગડદાપાટુનો માર માર્યો હતો. મારી પત્ની મારો બચાવ કરતા તેના ગળામાંથી સોનાની ચેઈન તુટી ગઈ છે.

સામાપક્ષે છુટક મજુરી કરતા અશોક જીવણ રોહિતે પોલીસ ફરિયાદમાં કહ્યું કે પાડોશી જયેશ મકવાણા, હસમુખ મકવાણા તથા એમના પુત્રો કંચનભાઈ સાથે બોલાચાલી કરતા હોઈ જેથી હું છોડવવા વચ્ચે પડતા જયેશ અને તેના પુત્ર ક્રિષ ઉર્ફે કૃણાલે મને માર માર્યો હતો. જયેશના ભાઈ હસમુખે હથિયાર જેવી વસ્તુંથી હુમલો કરતા મને ઈજા થઈ છે. મારા પુત્ર આદિત્યને પણ માર માર્યો છે.

બંને પક્ષની ફરિયાદના આધારે પોલીસે આદિત્ય, ઉર્મિલા, અશોક, કંચન, જયેશ, ક્રિષ અને હસમુખ (તમામ રહે.સંતોષી માતાની પોળ,નાગરવાડા)સામે ગુનો નોંધ્યો છે.