Baroda

ફતેપુરા ભાંડવાડામાં ડીજે સાથે ટેમ્પો અથડાતાં મારામારી : તલવાર પાઇપ અને લાકડીથી હુમલો

By GS Team
27 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરાના ફતેપુરામાં ઈદના દિવસે ડીજેના વાયર તૂટવા મામલે મારામારી થઈ હતી. ટેમ્પો ડ્રાઈવર ફિરોજ મંસુરી ટેમ્પોમાં બાળકોને જુલુસમાં ફેરવવા લઈ ગયા હતા. રહેમતનગર મસ્જિદ પાસે ડીજેના સ્પીકરને ટેમ્પો અડી જતાં વાયર નીકળી ગયા. આ બાબતે રેહાન, મેરાજ અને મોઈન સહિત અન્ય હુમલાખોરોએ તલવાર, પાઇપ અને લાકડી વડે ફિરોજ અને તેના પરિવાર પર હુમલો કર્યો હતો. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ફતેપુરા ભાંડવાડામાં ડીજે સાથે ટેમ્પો અથડાતાં મારામારી : તલવાર પાઇપ અને લાકડીથી હુમલો

Vadodara Crime : વડોદરાના ફતેપુરામાં આવેલા ભાંડવાડામાં રહેતા ફિરોજ ગુલામભાઈ મંસુરી ટેમ્પો ડ્રાઇવિંગ કરે છે. કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઈ કાલે ઈદનો તહેવાર હોઈ 9:30 વાગે હું મારા ટેમ્પામાં મહોલ્લાના છોકરાઓને બેસાડીને જુલુસમાં ફેરવવા માટે લઈ ગયો હતો. રહેમતનગર મસ્જિદ પાસે રોડ પર મુકેલા ડીજેના સ્પીકરને મારો ટેમ્પો અડી જતા વાયર નીકળી ગયા હતા.. જેથી હું સ્થળ ઉપર ડીજેના માણસો સાથે વાતચીત કરતો હતો. તે દરમિયાન રેહાન ઉર્ફે બાબા, મેરાજ ઉર્ફે પીરૂ તથા મોઈન આવ્યા હતા. તમે ડીજેના વાયરો કેમ તોડી નાખ્યા. અમે લોકોએ ડીજે બોલાવ્યું છે એવું કહીને તેઓએ મારે સાથે ઝઘડો શરૂ કર્યો હતો. અને મારા ઘરના સભ્યો આવી જતા તેઓ જતાં રહ્યા હતા.
થોડીવાર પછી રેહાન તલવાર, મેરાજ પાઇપ તથા મોઈન લાકડી લઈને મારા પર ધસી આવ્યા હતા. આ ત્રણેયની સાથે અન્ય હુમલાખોરો પણ આવ્યા હતા આજે તો આ બધાને પતાવી દેવાનો છે. એવું કહીને તેઓએ મારા તથા મારા પરિવાર પર હુમલો કર્યો હતો.