માંડવી નજીક મુસાફરોના મુદ્દે રીક્ષાવાળા વચ્ચે ઝઘડો : ધારદાર હથિયાર વડે હુમલો કરી રીક્ષા ચાલક ફરાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Crime : વડોદરાના ફતેપુરા વિસ્તારના ભંડવાડાના રહેમતનગરમાં રહેતો યુનિસે ચાંદભાઈ શેખ રીક્ષા ડ્રાઇવિંગ કરે છે. સીટી પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઈકાલે બપોરે દોઢ વાગ્યે માંડવી નજીક રીક્ષા લઈને પેસેન્જરની રાહ જોતો ઉભો હતો. તે દરમિયાન બે મુસાફરો ફતેપુરાના આવતા બેસાડી અન્ય મુસાફરની રાહ જોતો હતો તે દરમિયાન એક મુસાફર અઘોરા સીટીનો આવ્યો હતો. મેં તેને તેની સાથે ભાડું નક્કી કરી મારી રીક્ષામાં બેસવા માટે કહ્યું હતું. પરંતુ આ મુસાફર ભૂલથી મારી આગળની રિક્ષામાં બેસી ગયો હતો. પરંતુ તેને ખ્યાલ આવતા પાછો મારી રીક્ષામાં બેસી ગયો હતો. તેથી આગળની રીક્ષાના ચાલક અરબાજ રફીકભાઈ લકીવાલાએ મારી સાથે ઝઘડો કરી લોખંડની ધારદાર વસ્તુ વડે હુમલો કરી માથામાં ગંભીર ઈજા પહોંચાડી ભાગી ગયો હતો.









