Baroda

છાણીમાં નો-એન્ટ્રીમાં ટ્રક લાવી પોલીસ સાથે ઝપાઝપી કરનાર પિતા-પુત્રએ ટ્રક આડી કરી ટ્રાફિક જામ કર્યો

By GS Team
12 Oct 20261 min read
TukuTouch Logo
બાજવા ચેકપોસ્ટ પાસે ટ્રાફિક પોલીસે નો-એન્ટ્રીમાં ઘૂસેલી ટ્રક રોકતાં યુપીના ટ્રકચાલક અને તેના પિતાએ ઝપાઝપી કરી ટ્રાફિક જામ કર્યો હતો. પોલીસે સમજાવવા છતાં તેમણે હિન્દીમાં જાહેરનામું માંગ્યું અને પોલીસ કોન્સ્ટેબલને ધક્કો માર્યો. આખરે પોલીસે ટ્રકચાલક અભિષેક સરોજ અને તેના પિતા વિજય બહાદૂર સરોજ (રહે. ગોરવા, મૂળ યુપી)ની ધરપકડ કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

છાણીમાં નો-એન્ટ્રીમાં ટ્રક લાવી પોલીસ સાથે ઝપાઝપી કરનાર પિતા-પુત્રએ ટ્રક આડી કરી ટ્રાફિક જામ કર્યો

બાજવા ચેક પોસ્ટ પાસે ટ્રાફિક પોલીસ સાથે ઝપાઝપી કરી ટ્રાફિક જામ કરનાર યુપીના ટ્રક ડ્રાઇવર અને તેના પિતાની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસના કહ્યા મુજબ,ફર્ટિલાઇઝર તરફથી આવતા ભારદારી વાહનો માટે નો એન્ટ્રી જાહેર કરવામાં આવી હોવાથી ગઇકાલે સવારે ટ્રાફિક પોલીસે જાહેરનામાનો ભંગ કરી આવી રહેલી ટ્રકને અટકાવી હતી.પોલીસે ટ્રક ચાલકને સમજાવતાં તેણે હિન્દીમાં જાહેર નામું બતાવો તેમ કહી ઝઘડો કર્યો હતો.
આ વખતે ટ્રક ચાલકના પિતા પણ આવી ગયા હતા અને તેમણે બૂમાબૂમ કરી ટ્રક આડી મૂકીને ટ્રાફિક જામ કરી દીધો હતો.આ દરમિયા પોલીસ સાથે ઝપાઝપી થતાં પોલીસ કોન્સ્ટેબલ વિરલકુમારને ધક્કો મારીને પાડી દીધો હતો.જેથી તેમણે વધુ પોલીસ બોલાવતાં ટ્રક કબજે લઇ ટ્રક ચાલક અભિષેક વિજય બહાદૂર સરોજ અને તેના પિતા વિજય બહાદૂર સરોજ(બંને રહે.જનકપુરી સોસાયટી, ગોરવા મૂળ લમ્બુવા,સુલતાનપુર,યુપી)ની ધરપકડ કરી હતી.