૧૭ વર્ષની સગીરા પર દુષ્કર્મ મામલે પિતા- પુત્રની અટકાયત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

૧૭ વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઈ દુષ્કર્મ આચર્યા બાદ તેના પરિવારને ધમકી આપવાના મામલે કપુરાઈ પોલીસે ગુનો નોંધી આરોપી પિતા-પુત્રની અટકાયત કરી છે.
કપુરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની સગીરા કોલેજમાં અભ્યાસ કરે છે. આરોપી દીપ વિશાલ બર્મન (રહે. આકૃતિ હાઈટ્સ, તરસાલી બાયપાસ) સગીરાને લગ્નની લાલચ આપી તેની સાથે લઈ ગયો હતો.
૬ માર્ચથી ૪ સપ્ટેમ્બર દરમિયાન તરસાલી બ્રિજ નજીક આવેલી હોટલ તેમજ આરોપીના ઘરે સગીરા સાથે લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હતા. આરોપીના પિતા વિશાલ સુખલાલ બર્મને સગીરાના પિતાને 'તમારાથી થાય તે કરી લો, છોકરી અમારા પક્ષે છે'તેમ કહી ધમકી આપી હોવાનો આક્ષેપ છે. ફરિયાદના આધારે પોલીસે આરોપી પિતા-પુત્ર વિરુદ્ધ બળાત્કાર અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી બંનેની અટકાયત કરી છે.




