Baroda

જમીન ગીરવી મૂકી સસ્તુ સોનુ લેવા જતા ખેડૂતે પાંચ લાખ ગુમાવ્યા

By GS Team
14 Jul 20262 mins read
TukuTouch Logo
વડોદરા: છોટાઉદેપુરના ખેડૂત ઇસલા રાઠવાને સસ્તું સોનું આપવાની લાલચ આપી 5 લાખની છેતરપિંડી થઈ. કરજણ હાઈવે પર ડાયાભાઈ, વિજય બારોટ, મીરાબેન સહિત 5 લોકોએ નકલી સોનું પધરાવ્યું. માતાની સારવાર દરમિયાન હોસ્પિટલ બહાર આરોપીઓ સાથે પરિચય થયો હતો. ખેડૂતે જમીન ગીરવે મૂકી પૈસા આપ્યા હતા, પરંતુ સોનું નકલી નીકળતા કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જમીન ગીરવી મૂકી સસ્તુ સોનુ લેવા જતા ખેડૂતે પાંચ લાખ ગુમાવ્યા

Vadodara : સસ્તુ સોનુ ખરીદવાની લાલચમાં છોટાઉદેપુર જિલ્લાના એક ખેડૂતે જમીન ગીરવી મૂકી પાંચ લાખ મેળવ્યા હતા. આ રકમ આપી સોનુ ઠગબાજો પાસેથી ખરીદતા તે નકલી નીકળ્યું હતું.
છોટાઉદેપુર જિલ્લાના ખોદવાણીયા ગામમાં રહેતા ઇસલા ગોવિંદભાઈ રાઠવાએ ડાયાભાઈ ગંગારામ હિમારવાડી ઉર્ફે રામભાઈ, વિજય ભગવાનભાઈ બારોટ, મીરાબેન રાઠોડ તેમજ અન્ય બે વ્યક્તિઓ સામે કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ચાર મહિના પહેલા માતાની સારવાર માટે ધીરજ હોસ્પિટલમાં હું અને મારો ભાઈ બંને રોકાતા હતા દરમિયાન હોસ્પિટલની બહાર ચા નાસ્તાની લારી પર બે શખ્સો સાથે પરિચય થયો હતો. ત્યાર પછી એક સપ્તાહ બાદ એક શખ્સનો ફોન આવ્યો હતો અને જણાવેલ કે મારી પાસે રાજા મહારાજાનું સોનુ છે સસ્તામાં આપવાનું છે અને રૂપિયા પાંચ લાખ આપો તો એક કિલો સોનું આપીશ તેવી લાલચ આપી હતી.
લાલચમાં હું આવી ગયો હતો અને ડભોઇ સિનોર રોડ ઉપર સોનાની ખરાઈ કરવા સોનીને ત્યાં જઈને સોનાની માળાના બે મણકા આપતા તે અસલી સોનું જણાયુ હતું. જેથી મેં સોનુ લેવાની તૈયારી બતાવી અને મારી જમીન ગીરવી મૂકી પાંચ લાખ લીધા હતા. આ રકમ લઈને હું કરજણ હાઇવે ઉપર કંડારી પાસે આવેલ ત્યારે ઉપરોક્ત શખ્સોએ રૂપિયા લીધા હતા અને મને એક થેલીમાં સોનાનો હાર આપેલ બાદમાં તેઓ કંડારીથી જતા રહ્યા અને ઘેર ગયા બાદ મને શંકા જતા સોની પાસે સોનુ ચેક કરાવતા તે નકલી હોવાનું જણાયું હતુ.