ભાદરવાની મહિલાની હત્યા પાછળ લગ્નેેતર સંબંધો કારણભૂત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ગુતાલ ગામના એક ખેતરની ઓરડીમાં એક મહિલાની હત્યા કરી સળગાવી દીધેલી લાશના કેસમાં વાઘોડિયા પોલીસે બે શકમંદોને ઝડપી પૂછપરછ હાથ ધરી છે.
વાઘોડિયા તાલુકાના ગુતાલ ગામે ભાલીયા ફળિયામાં રહેતા જયેશ માવજીભાઇ ભાલીયા પોતાના ૧૦ વીધા ખેતરમાં ખેતી કામ કરે છે. આ ખેતરમાં ઘાસચારા માટે બનાવવામાં આવેલી ઓરડીમાં હત્યા કરીને ફેંકી દેવાયેલી લાશ સળગાવી દેવામાં આવી હતી. આ ઘટનામાં વાઘોડિયા પોલીસે તપાસ કરતા મળેલા આધાર કાર્ડના આધારે મૃતકનું નામ લક્ષ્મીબેન ગિરીશભાઇ રોહિત, ઉં.વ.૫૦ ( રહે. પહેલું ફળિયું, ભાદરવા) હોવાનું જાણવા મળ્યું હતું. વાઘોડિયા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.પોલીસે જણાવ્યું છે કે, પ્રાથમિક પૂછપરછ દરમિયાન એવી વિગતો જાણવા મળી છે કે, આ હત્યાની પાછળ લગ્નેતર સંબંધો કારણભૂત છે. આ કેસમાં પોલીસે બે શકમંદોને ઝડપી પાડી ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી છે.




