દવાખાના વર્ધીમાં ત્રણ આરોપીનો ઉલ્લેખ પણ પોલીસે માત્ર એક સામે ગુનો દાખલ કર્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સવા વર્ષ પહેલા માંજલપુર અલવાનાકા વિસ્તારમાં થયેલા હુમલામાં ઘાયલનું મોત થતા પોલીસે મોડે મોડે ગુનો દાખલ કર્યો હતો. આ કેસમાં બે હુમલાખોરોનો ઉલ્લેખ દવાખાના વર્ધીમાં થયો હોવાછતાંય પોલીસે માત્ર એકની સામે જ ગુનો દાખલ કર્યો છે.
આ અંગેની વિગત એવી છે કે, રાજસ્થાન કરૌલી જિલ્લાના માસલપુર તાલુકાના કોટા ગામના મૂળ વતની સૌરાજસિંહ ગોપાલસિંહ જાદૌન (રાજપૂત) વડોદરામાં પત્ની અને બે સંતાનો સાથે માંજલપુર અલવાનાકા પવનદૂત નગરમાં રહેતો હતો. એપ્રિલ ૨૦૨૫ માં માંજલપુર અલવાનાકા વિસ્તારમાં એક સગીરે હુમલો કરતા ગંભીર ઇજા થઇ હતી. માંજલપુર પોલીસે કોઇ અરજી કે ગુનો દાખલ કર્યા વગર જ સમાધાન કરાવી દીધું હતું. ત્યારબાદ પણ હુમલાખોરે ધમકી આપતા ગભરાયેલો સૌરાજસિંહ ઘર છોડીને જતો રહ્યો હતો. ચાર દિવસ પછી તેનું મોત થયું હતું. શરૃઆતમાં અકસ્માત મોતની નોંધ પર ચાલતી કાર્યવાહી દરમિયાન પોલીસે પી.એમ. રિપોર્ટ આવ્યા પછી પણ ૧૧ મહિના સુધી ગુનો દાખલ કર્યો નહતો.
આ કેસમાં હુમલાખોરના પરિવાર, પાલનપુરના પોલીસ તથા માંજલપુરના પોલીસ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે ગૃહ મંત્રી તથા મુખ્યમંત્રી સુધી રજૂઆતો થઇ હતી. છેવટે આર.ટી.આઇ. હેઠળ પરિવારે માહિતી માગતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. પોલીસની બેદરકારીને છાવરવામાં આવી રહી છે. પરંતુ, મૃતકના પરિવારનું કહેવું છે કે,આ સમગ્ર કેસમાં મહિલા જમાદારની કાર્યવાહી અંગે ભારે રોષ છે. તેમની સામે કાર્યવાહીની તેઓની માગણી છે.વધુમાં, આ કેસમાં એવી પણ માહિતી આવી છે કે, ઇજાગ્રસ્તે તા. ૦૬-૦૪- ૨૦૨૫ ના રોજ હોસ્પિટલમાં એવી કેફિયત રજૂ કરી હતી કે, સગીર તથા અન્ય બે લોકોએ લોખંડની પાઇપથી હુમલો કર્યો હતો. પરંતુ, પોલીસે આ કેસ માત્ર એક હુમલાખોરની સામે જ નોંધ્યો છે. જેથી,પોલીસની કામગીરી સામે ફરીથી સવાલ ઉપસ્થિત થયો છે.









