Baroda

છ દિવસે પણ તલાટીઓની હડતાળનો ઉકેલ નથી,પ્રોપર્ટી-બેન્કો માટેના પેઢીનામા મળતા નથી

By GS Team
10 Jul 20261 min read
TukuTouch Logo
રાજ્યભરમાં 52 પ્રકારની કામગીરી બંધ કરવાની તલાટીઓની જાહેરાતથી ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. વડોદરા જિલ્લામાં 6 દિવસથી પેઢીનામાની કામગીરી બંધ હોવાથી બેન્ક અને પ્રોપર્ટીના કામ અટવાયા છે. તલાટી મંડળના પ્રમુખે જણાવ્યું કે, રેવન્યુ તલાટીઓની ભરતી કરાઈ હોવા છતાં તેમની કામગીરી પણ તેમના પર થોપવામાં આવી છે, જેથી સરકારે વધારાની કામગીરી તેમની પાસેથી જ કરાવવી જોઈએ.

Summarized by AI; it may make mistakes. Check important info

છ દિવસે પણ તલાટીઓની હડતાળનો ઉકેલ નથી,પ્રોપર્ટી-બેન્કો માટેના પેઢીનામા મળતા નથી

રાજ્યભરમાં તલાટીઓેએ જુદીજુદી બાવન પ્રકારની કામગીરી બંધ કરવાની જાહેરાત કરતાં તેને પગલે ગ્રામજનોને ભારે મુશ્કેલી પડી રહી છે.
વડોદરા જિલ્લામાં છેલ્લા છ દિવસથી તલાટીઓ દ્વારા પેઢીનામાની કામગીરી નહિ કરાતાં બેન્કો તેમજ પ્રોપર્ટીને લગતા કામકાજમાં લોકોને મુશ્કેલી પડી રહી છે.આ ઉપરાંત તલાટીઓએ વસૂલાતની કામગીરી પણ બંધ કરી છે.
તલાટી મંડળના પ્રમુખે કહ્યું હતું કે,સરકારે રેવન્યૂ તલાટીઓની ખાસ ભરતી કરી છે અને તેમની કામગીરી પણ અમારા પર થોપી દેવામાં આવી છે.જેથી આવા તલાટી પાસે જ સરકારે વધારાની કામગીરી કરાવવી જોઇએ.