વિવિધ વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણોનો સફાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મ્યુનિ.કોર્પોરેશનની દબાણ અને સિક્યુરિટી શાખા દ્વારા આજે શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે દબાણો દૂર કરી બે ટ્રક ભરી લારી- ગલ્લા સહિતનો સામાન જમા લેવાયો છે.
ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા તથા તેની પાછળના વિસ્તારમાંથી દબાણો દૂર કરી એક ટ્રક સામાન જપ્ત કરાયો છે. રેલવે સ્ટેશનથી કાલાઘોડા, કાલાઘોડાથી કોઠી ચાર રસ્તા, ટાવર થઈ ગાંધીનગર ગૃહ સુધી, પોલો ગ્રાઉન્ડ-કેવડાબાગ વિસ્તાર, પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર કંપાઉન્ડ વોલ, દંતેશ્વર રોડ તેમજ ગુરુકુળ સર્કલ નજીક દબાણો દૂર કરી સામાન જમા લેવાયો છે.
અલકાપુરી ખાતે સેન્ડવીચની લારીનું દબાણ તેમજ સુભાનપુરામાં શાકભાજીના દબાણો દૂર કરી કરાયા છે. પ્રતાપનગર નવા રેલવે સ્ટેશનના ઉદ્ધાટનને ધ્યાનમાં રાખી આસપાસના વિસ્તારમાંથી દબાણો દૂર કરાયા છે. ભદ્ર કચેરી માર્ગ પરથી લારી અને કેબિન સહિત વધુ એક ટ્રક સામાન કબજે કરાયો છે.









