Baroda

ટેન્સાઇલ જમીન પ્રકરણમાં વૃધ્ધ ફરિયાદીનો પોલીસ પર પક્ષપાતી વલણનો આરોપ,સીઆઇડીને તપાસની માગ

By GS Team
7 Aug 20261 min read
TukuTouch Logo
કારેલીબાગના ૭૫ વર્ષીય કિશોર સુરતવાલાએ ટેન્સાઇલ જમીન પ્રકરણમાં પક્ષપાતી તપાસનો આક્ષેપ કર્યો છે. તેમણે રાજ્ય પોલીસ વડા સમક્ષ CID તપાસની માંગ કરી છે. સુરતવાલાએ જણાવ્યું કે, તેમની સામે ક્રાઈમ બ્રાન્ચે તુરંત કાર્યવાહી કરી, જ્યારે સંજય પટેલ સામેની ફરિયાદમાં પોલીસ ઢીલી નીતિ અપનાવી રહી છે. પોલીસ દબાણ હેઠળ સમાધાન કરાવશે તેવી તેમને આશંકા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટેન્સાઇલ જમીન પ્રકરણમાં વૃધ્ધ ફરિયાદીનો પોલીસ પર પક્ષપાતી વલણનો આરોપ,સીઆઇડીને તપાસની માગ

ટેન્સાઇલ જમીન પ્રકરણમાં સામસામે નોંધાયેલી ફરિયાદોમાં પોલીસ દ્વારા પક્ષપાતી વલણ અપનાવવામાં આવી રહ્યું હોવાનો ૭૫ વર્ષીય ફરિયાદીએ ગંભીર આક્ષેપ કરી રાજ્ય પોલીસ વડા સમક્ષ આ તપાસ સીઆઇડીને સોંપવા માગ કરી છે.
કારેલીબાગના કૃષ્ણવેલી ફ્લેટ્સમાં રહેતા ટેન્સાઇલ સ્ટીલ કંપનીના પૂર્વ ડિરેક્ટર કિશોર જગજીવનદાસ સુરતવાલાએ ડીજીપીને કરેલી અરજીમાં કહ્યું છે કે,ટેન્સાઇલના સંજય વલ્લભદાસ પટેલે મારી સામે ફરિયાદ કરતા ક્રાઇમ બ્રાન્ચે તરત જ ફરિયાદ નોંધી મારી ધરપકડ કરી હતી.
કોર્ટે મને જામીન આપ્યા હતા અને સંજય પટેલ સામે મેં આપેલી અરજી બાબતે પોલીસે કોઇ કાર્યવાહી નહિ કરતાં મારી એફઆઇઆર નોંધવા પોલીસને આદેશ આપ્યો હતો.જેથી પોલીસને સંજય પટેલ સામે ફરિયાદ નોંધવી પડી હતી.પરંતુ પોલીસે મારી સામે જે રીતે કાર્યવાહી કરી તે રીતે સંજય પટેલ અને અન્ય લોકો સામે પગલાં લેતી નથી.જેથી તેઓ છૂટથી ફરી રહ્યા છે.
અરજદારે કહ્યું છે કે,હું જ્યારે પણ પોલીસ પાસે રજૂઆત કરું છું ત્યારે મને કોઇનેકોઇ બહાના બતાવવામાં આવે છે.મને શંકા છે કે પોલીસ દબાણ કરીને સમાધાન કરાવશે અથવા તો સંજયની ફરિયાદમાં ચાર્જશીટ રજૂ કરી દેશે.જેથી મને જો કાંઇ પણ થઇ જાય તો તેની જવાબદારી સંજય પટેલ, જીગ્નેશ દેસાઇ,ધર્મેશ અમીન અને પિન્કેશ રાય રહેશે.