વરસાદ ખેંચાતા એપીએમસીમાં વેલાવાળા શાકભાજીની આવક ઘટી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં ચોમાસામાં વિલંબ થતાં તેની સીધી અસર શાકભાજીના બજાર પર જોવા મળી રહી છે. વરસાદ ખેંચાતા ખેડૂતોના ખેતરોમાં વેલા વાળા શાકભાજીનું ઉત્પાદન ઘટયું છે, જેના કારણે વડોદરા એપીએમસીમાં લીલા શાકભાજીની આવક ઓછી થઈ છે. પુરવઠો ઘટતાં મોટાભાગના શાકભાજીના ભાવમાં વધારો નોંધાયો છે, જેના કારણે ગૃહિણીઓના રસોડાનું બજેટ ખોરવાયું છે.
ખાસ કરીને કંકોડા, પરવળ, દૂધી અને ટીંડોળા જેવા વેલાવાળા શાકભાજીની આવક હજુ સુધી પૂરતા પ્રમાણમાં શરૃ થઈ નથી. સામાન્ય રીતે આ સમયે કંકોડાની આવક શરૃ થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષે વરસાદની અનિયમિતતાના કારણે આવક મોડી થઈ છે. પરિણામે અગાઉ રૃ. ૧૫૦ પ્રતિ કિલો વેચાતા કંકોડા હવે રૃ. ૨૦૦ પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. વેપારીઓના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં સારો વરસાદ થશે અને ખેતરોમાંથી આવક વધશે તો જ ભાવમાં રાહત મળવાની શક્યતા છે. ત્યાં સુધી ગ્રાહકોને મોંઘા શાકભાજી ખરીદવા મજબૂર બનવું પડશે. હાલ તો પુરવઠાની અછતના કારણે બજારમાં મોંઘવારીનો માહોલ મળી રહ્યો છે.









