Baroda

આરટીઓમાં ટેકનિકલ ખામીથી ડ્રાઈવિંગ ટેસ્ટના અરજદારો અટવાયા

By GS Team
16 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરાના દરજીપુરા RTO ખાતેના AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકમાં આજે સવારે ટેકનિકલ ખામી સર્જાઈ હતી. સર્વરમાં ફોટો લેવાની પ્રક્રિયા અટકતાં લગભગ 35 અરજદારો મુશ્કેલીમાં મુકાયા. આસપાસના ગામોમાંથી આવેલા અરજદારોને લાંબા સમય સુધી રાહ જોવી પડી, જેથી નારાજગી ફેલાઈ હતી. જોકે, બપોર બાદ સમસ્યા હલ થતાં ટેસ્ટ રાબેતા મુજબ શરૂ થતાં અરજદારોને હાશકારો થયો.

Summarized by AI; it may make mistakes. Check important info

આરટીઓમાં ટેકનિકલ ખામીથી ડ્રાઈવિંગ ટેસ્ટના અરજદારો અટવાયા

અત્રેના દરજીપુરા આરટીઓ ખાતે એઆઈ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર આજે સવારે ટેકનિકલ ખામી સર્જાતા ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા પહોંચેલા અરજદારો મુશ્કેલીમાં મુકાયા હતા.

વડોદરા જિલ્લામાં દરજીપુરા આરટીઓ ખાતે એકમાત્ર એ.આઈ. આધારિત ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક હોવાથી આસપાસના ગામોમાંથી અરજદારો લાંબુ અંતર કાપીને અહીં પહોંચતા હોય છે. આજે ડ્રાઈવિંગ ટેસ્ટ પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે ટેકનિકલ સમસ્યાથી કામગીરી અટકી પડતા અરજદારોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

 ટુ-વ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટ દરમિયાન અરજદાર ટ્રેક પાસે પહોંચે ત્યારે સ્વસંચાલિત કેમેરા દ્વારા તેનો ફોટો લેવામાં આવે છે. જોકે સર્વરમાં ખામી સર્જાતા ફોટો લેવાની પ્રક્રિયા અટકી પડી હતી. પરિણામે લગભગ ૩૫ જેટલા અરજદારોના ડ્રાઇવિંગ ટેસ્ટમાં વિલંબ થયો હતો. લાંબા સમય સુધી રાહ જોવી પડતાં અરજદારોમાં નારાજગી જોવા મળી હતી. જોકે બપોર બાદ સમસ્યાનો ઉકેલ આવતા ડ્રાઇવિંગ ટેસ્ટની પ્રક્રિયા ફરી રાબેતા મુજબ શરૃ થતાં અરજદારોને રાહત થઈ હતી.