Baroda

ભારતમાલા હાઇવે પર ટ્રક મૂકી ચાલક ફરાર, ૭૦ લાખનો દારૃ મળ્યો

By GS Team
20 Jul 20261 min read
TukuTouch Logo
સાવલીના દોડકા ગામે ભારતમાલા એક્સપ્રેસ-વે પરથી પોલીસે દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી છે. જિલ્લા પોલીસે 55692 દારૂની બોટલો સહિત કુલ 84.19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. રાજસ્થાન પાસિંગની ટ્રકનો ચાલક પોલીસને જોઈ ફરાર થઈ ગયો હતો. ભાદરવા પોલીસે ગુનો નોંધી, ફરાર આરોપીઓને ઝડપવા વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતમાલા હાઇવે પર ટ્રક મૂકી ચાલક ફરાર, ૭૦ લાખનો દારૃ મળ્યો

સાવલી તાલુકામાં દોડકા ગામની સીમમાંથી પસાર થતા ભારતમાલા એક્સપ્રેસ-વે પર એક ટ્રકમાંથી ૫૫૬૯૨ નંગ દારૃની બોટલો મળી કુલ રૃ.૮૪.૧૯ લાખનો મુદ્દામાલ જિલ્લા પોલીસે ઝડપી પાડયો છે જ્યારે પોલીસને જોઇ ટ્રક મૂકી ફરાર થઇ ગયેલા ચાલક સહિત અન્યને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરાયા છે.
સાવલીના દોડકા ગામની સીમમાથી પસાર થતા ભારતમાલા એક્સપ્રેસ હાઈવે પર ગઇ સાંજે જિલ્લા એલસીબી સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળેલ કે વડોદરા-ગોધરા ટ્રેક પર એક ટ્રક દારૃનો જથ્થો લઈને પસાર થઈ રહી છે. આ માહિતીના આધારે દોડકા ગામની સીમમાં એક્સપ્રેસ-વે પર વોચ ગોઠવી હતી. દરમિયાન રાજસ્થાન પાસિંગની ટાટા આઈશર ટ્રક દેખાતા તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
જો કે ચાલક પોલીસને જોઇ દોડકા ટોલનાકા પહેલાં ટ્રક રસ્તાની બાજુમાં મૂકી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ પોલીસે ટ્રકમાં તપાસ કરતાં દારૃની ૧૧૫૨ નંગ પેટીઓ મળી હતી. જેની ગણતરી દરમિયાન રૃા.૬૯.૧૨ લાખ કિંમતની ૫૫,૨૯૬ નંગ બોટલો જણાઇ હતી. પોલીસે ટ્રક, જીપીએસ ટ્રેકર, તાડપત્રી અને દોરડા સહિત કુલ રૃ.૮૪.૧૯ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
ફરાર ટ્રક ચાલક તેમજ દારૃ સપ્લાય કરનાર અને મંગાવનાર શખ્સો સામે ભાદરવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.