Baroda

વારસિયા આરોગ્ય કેન્દ્રમાં તબીબ ગેરહાજર : ફાર્મસી કર્મચારીએ દર્દીને દવા આપી દેતા હોબાળો

By GS Team
20 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરાના વારસિયા અર્બન હેલ્થ સેન્ટરમાં બપોર બાદ ડોક્ટર ન હોવાથી ફાર્મસી કર્મચારીએ દર્દી મહિલાને તપાસ વિના દવા આપી. મહિલાએ સવાલ કરતાં તેની મજાક ઉડાવાઈ. આ મામલે સ્ટાફ, સિક્યોરિટી અને મીડિયાકર્મી વચ્ચે ઝપાઝપી થઈ. મામલો સિટી પોલીસ સ્ટેશન પહોંચતા બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાઈ છે. હડકવાની રસી માટે પણ દર્દીઓને કિશનવાડી ધક્કા ખાવા પડે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વારસિયા આરોગ્ય કેન્દ્રમાં તબીબ ગેરહાજર : ફાર્મસી કર્મચારીએ દર્દીને દવા આપી દેતા હોબાળો

Vadodara News : વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત અર્બન હેલ્થ સેન્ટરોની કામગીરી સામે ફરી સવાલો ઉઠ્યા છે. અર્બન હેલ્થ સેન્ટરોમાં બપોર બાદ તબીબો હાજર રહેતા ન હોવાની ફરિયાદો વચ્ચે દર્દીઓને સારવાર માટે કિશનવાડી ખાતે ધક્કા ખાવા પડતા હોવાની પણ રજૂઆતો મળી રહી છે.
દરમિયાન ગઈકાલે વારસિયા વિસ્તારમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટરમાં એક મહિલા દર્દી સારવાર માટે પહોંચી હતી. પરંતુ બપોર બાદ તબીબ હાજર ન હોવાથી દર્દીની તપાસ કર્યા વિના ફાર્મસીનું કામ કરતી કર્મચારીએ બારોબાર દવા આપી દીધી હોવાનો આક્ષેપ થતાં વિવાદ સર્જાયો હતો. મહિલા દર્દીએ તપાસ કર્યા વિના દવા આપવા અંગે સવાલ ઉઠાવતા તેની મજાક ઉડાવવામાં આવી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.
સમગ્ર મામલે અર્બન હેલ્થ સેન્ટરનો સ્ટાફ અને સિક્યુરિટી ગાર્ડ તથા મીડિયા કર્મી વચ્ચે પણ ઝપાઝપી થઈ હતી. મામલો સીટી પોલીસ સ્ટેશન સુધી પહોંચતા બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
હડકવાની રસી માટે પણ દર્દીઓને કિશનવાડીના ધક્કા
અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટરો ખાતે હડકવાની રસી ઉપલબ્ધ હોવા છતાં ટેકનિકલ કારણો દર્શાવી પ્રથમ રસી અર્બન હેલ્થ સેન્ટર ખાતે મૂક્યા બાદ બાકીની રસીઓ માટે દર્દીઓને કિશનવાડી ખાતે મોકલવામાં આવતા હોવાની ફરિયાદો છે. જેના કારણે સારવાર માટે આવતા દર્દીઓને એક જ સ્થળે સંપૂર્ણ આરોગ્યસેવા મળવાને બદલે અન્ય સ્થળે ધક્કા ખાવાની ફરજ પડે છે.