ગણેશોત્સવ સહિતના તહેવારોમાં DJનો ઓછો વોલ્યુમ અને ઉશ્કેરણીજનક ગીતો નહિ વગાડવા સૂચના
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ગણેશોત્સવ અને બીજા તહેવારોને અનુલક્ષીને પોલીસ અધિકારીઓ અને ડીજે ઓપરેટરો વચ્ચે મીટિંગ યોજાઇ હતી,જેમાં ડીજે ઓપરેટરોને લોકોને હેરાનગતિ ના થાય તે બાબતે મહત્વની સૂચનાઓ આપવામાં આવી હતી.
શહેર પોલીસ સ્ટેશન ખાતે ડીજે ઓપરેટરો સાથે યોજાયેલી મીટિંગમાં ડીસીપી ઝોન-૪ એન્ડ્રુ મેકવાન,એસીપી જીબી બાંભણિયા સહિતના અધિકારીઓ અને ૧૦૦ જેટલા ડીજે ઓપરેટરો હાજર રહ્યા હતા. પોલીસ અધિકારીઓએ ડીજે ઓપરેટરોને વોલ્યુમ ઓછો રાખવા અને તેમાં પણ હોસ્પિટલ તેમજ સ્કૂલો નજીક વિશેષ તકેદારી રાખવા અપીલ કરી હતી.
ડીજે ઓપરેટરોને ઉશ્કેરણીજનક ગીતો નહિ વગાડવા પણ સૂચના આપવામાં આવી હતી અને આ બાબતે ડીજે ઓપરેટરોને ગણેશ મંડળો સાથે પણ સંકલન કરવા કહેવાયું હતું. જ્યારે ચાર દરવાજા વિસ્તારમાં ડીજે પર પ્રતિબંધ હોવાથી દરવર્ષની જેમ તેનો અમલ કરવા અપીલ કરવામાં આવી હતી.




