વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 7ની બરાબર ઉપર બનશે બુલેટ ટ્રેન સ્ટેશન! વૃક્ષ જેવી હશે ડિઝાઈન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Bullet Train Station: અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા ખાતે આકાર લઈ રહેલા બુલેટ ટ્રેન સ્ટેશનનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. વડોદરા રેલવે સ્ટેશન અને પંડ્યા બ્રિજ નજીક નિર્માણધીન આ સ્ટેશન મુસાફરો માટે ઉત્તમ મલ્ટી મોડલ કનેક્ટિવિટી પૂરી પાડશે. મુસાફરોને રેલવે અને બુલેટ ટ્રેન વચ્ચે સરળતાથી અવરજવર કરવાની સુવિધા મળે તે હેતુથી આ બુલેટ ટ્રેન સ્ટેશન હાલના વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 7ની બરાબર ઉપર બનાવવામાં આવી રહ્યું છે. આ અનોખા એકીકરણના કારણે મુસાફરો વિના કોઈ મુશ્કેલીએ બંને ટ્રેન સેવાઓ વચ્ચે સરળતાથી ઇન્ટરચેન્જ કરી શકશે.

'વડ વૃક્ષ' પરથી પ્રેરિત વિશિષ્ટ ડિઝાઇન
સ્થળ પશ્ચિમ રેલવે સ્ટેશનની સાથે સાથે શહેરના મુખ્ય અને આંતરરાજ્ય બસ ડેપોની પણ નજીક હોવાથી મુસાફરોને બસ અને રેલવેની શ્રેષ્ઠ કનેક્ટિવિટી મળી રહેશે. વડોદરા શહેરની ઓળખ સમાન 'વડના વૃક્ષ' અને તેના પાંદડાઓની આકૃતિ પરથી આ સ્ટેશનની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. સ્ટેશનના આંતરિક ભાગોનું આયોજન એવી રીતે કરાયું છે કે સમગ્ર મુસાફર વિસ્તારમાં પૂરતો કુદરતી પ્રકાશ મળી રહે. આંતરિક માળખામાંથી બહારના આકાશનું સુંદર દ્રશ્ય પણ જોઈ શકાય તે પ્રકારનું આર્કિટેક્ચર તૈયાર કરાયું છે.

વિશ્વસ્તરીય આધુનિક સુવિધાઓ
મુસાફરોની આરામદાયક મુસાફરી અને સુવિધા માટે સ્ટેશન સંકુલમાં વિવિધ આધુનિક સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. જેમ કે, સુસજ્જ પ્રતીક્ષાલય (Waiting Area), શિશુ સંભાળ કક્ષ (Baby Care Room), આધુનિક રેસ્ટ રૂમ અને રિટેલ આઉટલેટ્સ અને ટ્રાફિક વ્યવસ્થા માટે કાર, બસ અને ઓટો માટે અલગ પાર્કિંગની વ્યવસ્થા છે.

નિર્માણ કાર્યની વર્તમાન સ્થિતિ
બુલેટ ટ્રેન સ્ટેશનના નિર્માણ કાર્યમાં મોટી સફળતા મળતાં કોનકોર્સ, ટ્રેક અને પ્લેટફોર્મ સ્તરે સ્લેબ કાસ્ટિંગનું કામ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. હાલમાં સ્ટેશન પર સ્ટીલ ઇરેકશન (Structural Steel Erection) ની કામગીરી ખૂબ જ ઝડપથી ચાલી રહી છે.









