Baroda

બર્થ ડે માટે મધ્યપ્રદેશથી થારમાં દારૃની પાંચ પેટી લાવનાર ઢાબા સંચાલક પકડાયો

By GS Team
29 Sep 20261 min read
TukuTouch Logo
ગોલ્ડન ચોકડી પાસે ગઇરાત્રે હરણી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન થાર કારમાંથી દારૂની 5 પેટી, 5 લાખ રોકડા અને 3 મોબાઇલ સાથે ચાલક આશિષ પરમારને ઝડપી પાડ્યો હતો. ધોળકા, અમદાવાદના આશિષે આગામી બર્થ ડે માટે મિત્રો માટે દારૂ લાવ્યાનું કબૂલ્યું. પોલીસે કુલ 18 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બર્થ ડે માટે મધ્યપ્રદેશથી થારમાં દારૃની પાંચ પેટી લાવનાર ઢાબા સંચાલક પકડાયો

ગોલ્ડન ચોકડી પાસે ગઇરાત્રે વાહન ચેકિંગ દરમિયાન હરણી પોલીસે થારમાંથી દારૃની પાંચ પેટી અને રોકડ રકમ સાથે ચાલકને ઝડપી પાડયો હતો.
ગોલ્ડન ચોકડી પાસે ગઇરાત્રે હરણી પોીલસના હે કો મનદિપસિંહ રાયજાદા અને સ્ટાફના માણસો વાહન ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે ટ્રાફિક પોલીસે હાલોલ તરફથી પૂર ઝડપે આવી રહેલી થારને અટકાવતાં ચાલકે ગલ્લાતલ્લા કરવા માંડયા હતા.આ વખતે હરણી પોલીસે કારને તપાસતાં અંદરથી દારૃની પાંચ પેટી મળી આવી હતી.
પોલીસે રૃ.૮૮ હજારની િંકંમતનો દારૃ ઉપરાંત રોકડા રૃ.પાંચ લાખ અને ત્રણ મોબાઇલ કબજે કરી ચાલકની પૂછપરછ કરતાં તેનું નામ આશિષ અશોકભાઇ પરમાર(આનંદ નગર સોસાયટી,ધોળકા,અમદાવાદ મૂળ રહે. ખરગૌન,મધ્યપ્રદેશ) હોવાનું ખૂલ્યું હતું.
મધ્યપ્રદેશમાં ઢાબુ ધરાવતા આશિષની પૂછપરછ દરમિયાન આગામી મહિનામાં તેની બર્થ ડે આવતી હોવાથી મિત્રો માટે દારૃની પેટીઓ લાવ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે કાર તેમજ અન્ય ચીજો સહિત કુલ રૃ.૧૮ લાખની મતા કબજે કરી ધરપકડ કરી હતી.પોલીસ રોકડ રકમ બાબતે પણ પૂછપરછ કરી રહી છે.