વાઘોડિયા ચોકડી પાસે દિલ્હીના યુવક ઉપર ફાયરિંગ થતા ચકચાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરા શહેરના વાઘોડિયા ચોકડીથી વાઘોડિયા જવાના મુખ્ય માર્ગ પર ગઈ મોડી રાત્રે ગારમેન્ટનો વ્યવસાય કરતા અને મૂળ દિલ્હીના યુવક પર અજાણ્યા બાઈક સવાર શખસોએ ફાયરિંગ કરતા ચકચાર મચી જવા પામી છે. કાર ચાલક યુવકને ખભાના ભાગે ગોળી વાગતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
વાઘોડિયા ચોકડી પાસે આશિષ મદનલાલ બાકોલિયા નામના
વેપારી યુવકને રોકીને હુમલાખોરોએ તેના ખભામાં ગોળી મારી હતી. ગંભીર ઇજાગ્રસ્ત યુવકને લોહીલુહાણ હાલતમાં જોતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. હુમલાખોરો ફાયરિંગ કરી તરત જ ફરાર થઈ ગયા હતા. ગંભીર યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે ડીવાયએસપી પી.એન.પટેલ જણાવ્યું કે વાઘોડિયા ચોકડી પાસે એક ભાઈ કાર લઈને જતા હતા ત્યારે બે શખસો આવી ઓવરટેક કરી તેઓની ઉપર ફાયરિંગ કર્યું હતું. આસપાસના સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ પુરાવાઓના આધારે હુમલાખોરોની શોધખોળ ચાલુ છે. ફાયરિંગ પાછળ અંગત અદાવત કે અન્ય કોઈ કારણ છે તેની તપાસ માટે અલગ-અલગ ટીમો કામે લાગી છે. આ અંગે વરણામા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે.









