Baroda

સુપર કંપનીના બ્રેડના પેકેટમાં મૃત માખી દેખાતાં ગુણવત્તા સામે સવાલો ઉઠ્યા

By GS Team
29 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરાના આજવા રોડ પર સુપર કંપનીની બ્રેડના સીલપેક પેકેટમાં મૃત માખી જોવા મળતા ખાદ્ય સુરક્ષા સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં ગ્રાહકે બ્રેડમાં માખી હોવાનો દાવો કર્યો છે. જોકે, આ વીડિયોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ ઘટના બ્રેડના ઉત્પાદન અને ગુણવત્તા નિયંત્રણ પર સવાલો ઉભા કરે છે. કોર્પોરેશનની ખોરાક શાખા દ્વારા તપાસ બાદ જ સત્ય બહાર આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુપર કંપનીના બ્રેડના પેકેટમાં મૃત માખી દેખાતાં ગુણવત્તા સામે સવાલો ઉઠ્યા

Vadodara Food Safety : વડોદરા શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતાને લઈને ફરી સવાલો ઊભા થયા છે. આજવા રોડ પર સરદાર એસ્ટેટ ખાતે આવેલી સુપર કંપનીના બ્રેડના સીલપેક પેકેટમાં મૃત માખી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એક ગ્રાહક દ્વારા આ વીડિયો સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
વાયરલ વીડિયોમાં બ્રેડના સીલપેક પેકેટની અંદર મૃત માખી નજરે પડે છે. જો સીલપેક પેકેટમાં ખરેખર આવી રીતે મૃત માખી મળી આવી હોય તો બ્રેડના ઉત્પાદન, પેકિંગ અને ગુણવત્તા નિયંત્રણની પ્રક્રિયા સામે સવાલો ઊભા થઈ શકે છે. રોજિંદા વપરાશમાં લેવાતા બ્રેડ જેવા ખાદ્ય પદાર્થમાં આવી બેદરકારી ગ્રાહકોના આરોગ્ય માટે ચિંતાનો વિષય બની શકે છે.
જોકે, સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ મામલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ખોરાક શાખા દ્વારા તપાસ કરવામાં આવે ત્યારબાદ જ સમગ્ર હકીકત સ્પષ્ટ થઈ શકશે.