Baroda

ઈ-બસમાં સ્ટોપ સ્વિચ દબાવી રીલ બનાવી જોખમી સ્ટંટ

By GS Team
10 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરાને PM ઈ-બસ યોજના હેઠળ 50 નવી ઈલેક્ટ્રિક બસો મળી છે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ બસોમાં મુસાફરોની સુરક્ષા માટે ઈમરજન્સી સ્વીચો અપાઈ છે. જોકે, કેટલાક રીલબાજો સ્ટોપ અને SOS સ્વીચ દબાવી રીલ બનાવી રહ્યા છે, જે મુસાફરો માટે જોખમી છે. ડ્રાઈવરના મતે, આ સ્વીચ દબાવવાથી સાયરન વાગે છે અને બસના દરવાજા ખુલી શકે છે, જેથી અકસ્માતનું જોખમ રહે છે. તંત્ર કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈ-બસમાં સ્ટોપ સ્વિચ દબાવી રીલ બનાવી જોખમી સ્ટંટ

પીએમ ઈ-બસ યોજના હેઠળ વડોદરા શહેરને ૫૦ નવી ઇલેક્ટ્રિક બસો ફાળવવામાં આવી છે.

આધુનિક સુવિધાઓથી સજ્જ આ બસોમાં મુસાફરોની સલામતી માટે વિવિધ ઇમરજન્સી સ્વિચ આપવામાં આવી છે. જોકે, કેટલાક રીલબાજો બસની સુવિધાઓની મજાક બનાવી સ્ટોપ અને એસઓએસ સ્વિચ દબાવી રીલ બનાવી સોશ્યલ મીડિયા પર વાયરલ કરી રહ્યા છે, જે મુસાફરોની સુરક્ષા માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે.

ઈ-બસના ડ્રાઈવરના જણાવ્યા મુજબ, બસમાં આ સ્વિચ દબાવવામાં આવે ત્યારે સાયરન વાગવા સાથે બસના દરવાજા ઓટોમેટિક ખુલી શકે છે અને દોડતી બસ અચાનક રોકાઈ જતા અકસ્માતનું જોખમ રહે છે. આ સિસ્ટમનો બિનજરૃરી ઉપયોગ અટકાવવા માટે તંત્ર દ્વારા પણ આવા કૃત્યો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઊઠી છે.

આ જ બસમાં મુસાફરી કરી રહેલા જાગૃત અન્ય મુસાફરોએ તોફાનીઓની આ ભયજનક હરકતનો સાગમટો વિરોધ કરી એમને તાકીદે રોકવા માગ કરી છે.