બાળતસ્કરીનું ખતરનાક નેટવર્ક,સાેહિલ ઉર્ફે ડોક્ટર સહિત બે પકડાયાઃખરીદનારાના નામો ખૂલ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Td
હેમંત ગાંધી ૩ કોલમ…ક્રાઇમ
પાટણથી મુંબઇ સુધીનું બાળ તસ્કરીનું નેટવર્ક ધરાવતી ગેંગના નેટવર્કની તપાસ દરમિયાન એક પછી એક નામો ખૂલી રહ્યા હોવાથી પોલીસની વધુ ટીમો કામગીરીમાં જોડાઇ છે.બાળકોને વેચવાના નેટવર્કમાં પોલીસે સાત જણાની ધરપકડ કર્યા બાદ બાળકની ડિલિવરી લેવા આવનાર સાહિલ ઉર્ફે ડોક્ટર અને તૌફિકની ધરપકડ કરી આઠ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
સિધ્ધપુરના આઠ દિવસના બાળકને ત્રણ લાખમાં મુંબઇ વેચવા જવા નીકળેલા મનોજ રાવળ અને વીણા રાવળને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા બાદ બાળકોનો સોદો કરનાર મનોજના સાળા સુનિલ રાવળ,દલપત રાવળ,વચેટિયો સરવણ ઉર્ફે શ્રવણ,નગીન ઉર્ફે નગો અને બાળકના પિતા લક્ષ્મણને ઝડપી પાડયા હતા.
બાળ તસ્કરી કાંડની તપાસ કરતા મહિલા પીઆઇ સીએચ આસુન્દ્રા અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મુંબઇ ખાતે ટીમો મોકલવામાં આવી છે.આ ટીમોએ મુંબઇમાં બાળકની ડિલિવરી લેવા આવનાર કોલ્હાપુરના રિક્ષા ચાલક સાહિલ ઉર્ફે ડોક્ટર અને તૌફિક નસરૃદ્દીન મોમીનને ઝડપી પાડયા છે.
પોલીસની તપાસ દરમિયાન બાળક ખરીદવા માટે તૈયાર થયેલી રૃપા નામની એક મહિલા અને તેને બાળક બતાવનાર અનુષ્કા નામની તેની એજન્ટના નામો ખૂલ્યા છે. જ્યારે,સચીન નામનો ડોક્ટર તરીકે ઓળખાતો શખ્સ પણ રડારમાં છે.આ પહેલાં ત્રણ બાળકોના સોદા થયા હતા.જેમાં કવિતા, પ્રવીણ અને શીતલ નામના એજન્ટોના નામો ખૂલ્યા હતા.જેથી ઉપરોક્ત એજન્ટો તેમજ ખરીદનારા પકડાય તો સમગ્ર નેટવર્કનો ભાંડો ફૂટશે.
મુંબઇની કવિતા અને શીતલે ત્રણ બાળકોને રિજેક્ટ કર્યા હતા
બાળ તસ્કરી કરતી મુંબઇની એજન્ટ કવિતા અને શીતલે બાળકોની પસંદગીની ભૂમિકા ભજવી હોવાની વિગતો બહાર આવી છે.
પોલીસના કહ્યા પ્રમાણે,સુનિલે અગાઉ ત્રણ બાળકોનો સોદો કર્યો હતો.આ માટે મુંબઇની શીતલ અને કવિતા નામની એજન્ટ બાળકોની પસંદગી કરતી હતી.
આ બંને એજન્ટે ત્રણ બાળકોના ફોટા જોઇ તેમને રીજેક્ટ કર્યા હતા અને ફેર સ્કીન હોય તેવા બાળકોની પસંદગી માટે આગ્રહ રાખ્યો હતો.જેથી તપાસમાં મદદ કરતા ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ સંજય ગામેતી અને ટીમે ગેંગના મોબાઇલની ચેટની તપાસ શરૃ કરી છે.









