Baroda

ઓનલાઇન ડ્રેસ ખરીદનાર મહિલા સાથે સાઇબર ફ્રોડ : રિફંડના બહાને UPI પિન નંબર લઈ રૂપિયા ખંખેર્યા

By GS Team
29 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરાના આજવા રોડ પર કલ્પનાબેન કહારે ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બન્યા છે. ઇન્સ્ટાગ્રામ પર ડ્રેસની જાહેરાત જોઈ તેમણે 2,949 રૂપિયાના બે ડ્રેસ ઓર્ડર કર્યા હતા. પાર્સલ ન મળતા રિફંડના બહાને સાયબર ગઠિયાઓએ યુપીઆઈ પિન નંબરો મેળવી તેમના બેંક ખાતામાંથી ટુકડે-ટુકડે કુલ 92,997 રૂપિયા ઉપાડી લીધા હતા. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઓનલાઇન ડ્રેસ ખરીદનાર મહિલા સાથે સાઇબર ફ્રોડ : રિફંડના બહાને UPI પિન નંબર લઈ રૂપિયા ખંખેર્યા

Vadodara Fraud Case : વડોદરાના આજવા રોડ પર આવેલા ઉપાસ ફ્લેટમાં રહેતા કલ્પનાબેન કિશનભાઇ કહારે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું ઘરેથી સાડી વેચવાનો વેપાર કરું છું. ગઈ તા.6 સપ્ટેમ્બર 2026ના રોજ હું મોબાઇલમાં ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોઈ રહી હતી, ત્યારે મને ઓનલાઇન ડ્રેસના વેચાણની એક જાહેરાત જોવા મળી. તેમાં આપેલા વોટ્સએપ નંબર પર સંપર્ક કરતાં સામાવાળાએ ડ્રેસના ફોટા મોકલ્યા હતા.
મેં રૂ.2,949ના બે ડ્રેસ પસંદ કર્યા અને તેમના દ્વારા મોકલવામાં આવેલા સ્કેનર પર ગુગલ પે (Google Pay) થી પૈસા પણ ચૂકવી દીધા. સામાવાળાએ ત્રણથી પાંચ દિવસમાં પાર્સલ મળી જશે તેમ કહ્યું હતું. પરંતુ 15 સપ્ટેમ્બર સુધી પાર્સલ ન મળતા મેં ફરી સંપર્ક કર્યો, ત્યારે ઓર્ડર કેન્સલ થયો છે અને રિફંડ માટે મેનેજરનો ફોન આવશે તેમ જણાવાયું હતું.
ત્યારબાદ મને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને રિફંડની પ્રક્રિયાના નામે ગુગલ પે પર યુપીઆઈ (UPI) પિન નંબરો નાખવાનું કહીને મારો વિશ્વાસ જીત્યો. આ રીતે સાયબર ભેજાબાજોએ પૂર્વ આયોજિત કાવતરું રચીને મારા ખાતામાંથી ટુકડે-ટુકડે કુલ રૂ.92,997 ઉપાડી લીધા હતા.