બે મહિલા સાથે સાયબર ફ્રોડઃપતિના અવાજમાં વાત કરી રૃપિયા ટ્રાન્સફર કરાવી લીધા,SD PAYમાં રોકાણ કરતાં ઠગાઇ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

શહેરમાં ઓનલાઇન ઠગાઇના બનાવોનો રાફડો ફાટયો છે અને જુદી જુદી રીતે ઠગાઇ કરવાના બનાવો પોલીસ ચોપડે નોંધાઇ રહ્યા છે.આ પ્રકારના વધુ બે બનાવમાં બે મહિલાએ કુલ રૃ.૩.૬૩ લાખ જેટલી રકમ ગુમાવી છે.
વાઘોડિયારોડ પર રેવાપાર્ક ગાર્ડન પાસે રહેતા રિટાબેન ચોકસીએ પોલીસને કહ્યું છે કે મારા ભાઇએ તેના મિત્ર મારફતે મળેલી માહિતી મુજબ મને એસડી પે માં રોકાણ કરવાની સલાહ આપી હતી.ઓનલાઇન તપાસ કરતાં મહેસાણાનો ધવલ પટેલ તેનો ઓનર હોવાનું જાણવા મળ્યું હતું.આ કંપનીની સ્કીમમાં કેશબેક અને સારોનફો મળે તેમ લાગતાં કુલ રૃ.૮.૫૧ લાખ જેટલી રકમ ભરી હતી.જેની સામે મને માત્ર રૃ.૫.૨૨ લાખ જેટલી રકમ પરત મળી હતી.મારું બેલેન્સ રૃ.૪.૫૭ લાખ દેખાતું હતું.પરંતુ મારી મૂડીના બાકી ૨.૯૩લાખ હજી મળ્યા નથી.
આવી જ રીતે ન્યુ સમા રોડ પર ચાણક્ય પુરી નજીક રહેતા મથુરબેન ચૌધરીએ પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૧૪મીએ ઇન્ડિયન ઓવરસિઝ બેન્કના નામે ફોન આવ્યો હતો અને એક મહિના પહેલાં કેવાયસી માટે કહ્યું હતુ છતાં કેમ કરાવ્યું નથી તેમ કહી આજે નહિ કરાવો તો છ વર્ષ માટે બેન્ક ખાતું સીઝ થઇ જશે તેમ કહ્યું હતું.
ફોન કરનારે આ માટે રૃ.એક લાખ ભરવા પડશે તેમ કહેતાં મેં મારા પતિને પૂછીને કહીશ તેમ કહ્યું હતું.ઠગે ફોન ચાલુ રખાવી મારા પતિ સાથે કોન્ફરન્સ પર વાત કરાવી હતી.હકીકતમાં મારા પતિ જેવા અવાજમાં કોઇ ત્રાહિત વ્યક્તિએ વાત કરી હતી.મારા ખાતામાં વધુ રકમ નહિ હોવાથી મેં મારી બહેનપણી મારફતે કુલ રૃ.૭૦ હજારનું પેમેન્ટ કર્યું હતું.જ્યારે બાકીના ૩૦ હજારની વ્યવસ્થા થઇ નહતી.ત્યારપછી મને હજી મારી રકમ પરત મળી નથી.જેથી તપાસ કરતાં મારી સાથે ફ્રોડ થયો હોવાનું જણાઇ આવ્યું હતું.




