Baroda

જૂના પાદરા રોડ પર ફરસાણની દુકાન સામે ગ્રાહકનો ગંભીર આરોપ : વાસી સમોસા-ખમણ ચટણી આપ્યાનો ગ્રાહકનો આક્ષેપ

By GS Team
10 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરાના જૂના પાદરા રોડ પરની જગદીશ ફરસાણ દુકાન સામે ગ્રાહકે વાસી નાસ્તો આપ્યાનો આક્ષેપ કર્યો છે. જયેન્દ્ર પટેલ નામના ગ્રાહકે ખરીદેલા સમોસા-ચટણી વાસી નીકળતા 2 વ્યક્તિને ઉલટી થઈ અને તેમને પેટમાં દુખાવો થયો. દુકાનદારે પૈસા પરત આપવાની તૈયારી બતાવી, પણ ગ્રાહકે આરોગ્ય સાથે ચેડાંનો મુદ્દો ગણાવી, ખોરાક શાખા દ્વારા તપાસ અને કાર્યવાહીની માંગ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જૂના પાદરા રોડ પર ફરસાણની દુકાન સામે ગ્રાહકનો ગંભીર આરોપ  : વાસી સમોસા-ખમણ ચટણી આપ્યાનો ગ્રાહકનો આક્ષેપ

Vadodara Food Safety : વડોદરા શહેરના જૂના પાદરા રોડ પર આવેલી જગદીશ ફરસાણની દુકાન સામે એક ગ્રાહકે વાસી નાસ્તો આપ્યો હોવાના આક્ષેપ કર્યા છે. ગ્રાહક જયેન્દ્ર પટેલે જણાવ્યું કે તેમણે આ દુકાનમાંથી ખરીદેલા સમોસા અને ચટણી વાસી નીકળ્યા છે, જેના કારણે નાસ્તો કર્યા બાદ બે વ્યક્તિઓને ઉલટી થઈ હતી, જ્યારે તેમને પોતાને પેટમાં તીવ્ર દુખાવો શરૂ થયો છે.
જયેન્દ્ર પટેલના જણાવ્યા મુજબ, આ બાબતે એમણે દુકાન સંચાલકોનો સંપર્ક કરી ફરિયાદ કરી હતી, જેના જવાબમાં સંચાલકોએ પૈસા પરત આપવાની તૈયારી બતાવી હતી. જોકે, પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ મામલો કેવળ નાણાં પરત મેળવવા પૂરતો સીમિત નથી, પરંતુ ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં કરવાનો ગંભીર મુદ્દો છે. તેમણે માંગ કરી છે કે દુકાન સંચાલકો પોતાની જવાબદારી સ્વીકારે અને ખોરાક શાખા આ સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરી યોગ્ય કાર્યવાહી હાથ ધરે.
ઉલ્લેખનીય છે કે તાજેતરના સમયમાં ખોરાકની ગુણવત્તાને લઈને શહેરમાં વિવિધ સ્થળોએ તપાસ અને કડક કાર્યવાહી ચાલી રહી છે, ત્યારે આવી ફરિયાદો સામે આવવાથી ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સલામતી અંગે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે.