Baroda

દબાણની કાર્યવાહીનો વિરોધ કરતા વેપારી સહિત ત્રણ સામે ગુનો નોંધાયો

By GS Team
18 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરામાં ખંડેરાવ માર્કેટ પાસે દબાણ હટાવવા ગયેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પર હુમલો થયો હતો. વેપારી કમલેશ પરમાર સહિત 3 લોકોએ સરકારી કામગીરીમાં અવરોધ ઉભો કરી ધમકી આપી હતી. પોલીસે કમલેશ પરમાર, પ્રથમ ભરવાડ અને દિલીપ સામે ગુનો નોંધી, અટકાયત કરી છે. કમલેશનો માફી માંગતો વીડિયો પણ વાયરલ થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દબાણની કાર્યવાહીનો વિરોધ કરતા વેપારી સહિત ત્રણ સામે ગુનો નોંધાયો

ખંડેરાવમાર્કેટ પાસે મ્યુનિ.કોર્પોરેશનની દબાણશાખાની કાર્યવાહીમાં અવરોધ ઊભો કરનાર વેપારી સહિત ત્રણ સામે નવાપુરા પોલીસે સરકારી ફરજમાં રૃકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

ગઈકાલે શનિવારે સવારે ૯ વાગ્યે મ્યુનિ.કોર્પોરેશનની દબાણશાખાની ટીમે ખંડેરાવ માર્કેટની પાછળ આવેલા વેરાઈમાતાના ચોક પાસે જાહેર માર્ગ પરના ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ દરમિયાન એક વેપારીએ કોર્પોરેશનના અધિકારી -કર્મચારીઓને ગાળો આપી કાર્યવાહીમાં રૃકાવટ ઊભી કરી હતી.

વેપારી કમલેશ પરમારે ધમકી આપી હતી કે, 'તમે નોકરી પર છો ત્યાં સુધી સાહેબ છો, સાંજે છ વાગ્યા પછી તમને જોઈ લઈશ. આ દરમિયાન અન્ય કેટલાક શખ્સોએ પણ કામગીરીમાં દખલગીરી કરી  હતી અને કમલેશના કહેવાથી પ્રથમ ભરવાડ તથા દિલીપ નામની વ્યક્તિએ કોર્પોરેશનના ટ્રકની ચાવી કાઢી લઈ ટ્રકમાંથી જપ્ત કરેલા ફ્રુટના કેરેટ ઊતારી લઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ૧૧૨ પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી.

દબાણશાખાના કર્મીની ફરિયાદના આધારે પોલીસે વેપારી કમલેશ પરમાર, પ્રથમ ભરવાડ અને દિલીપની અટકાયત કરી છે. પોલીસ સ્ટેશનમાં વેપારી કમલેશ પરમાર સમગ્ર મામલે માફી માંગતો હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે.