Baroda

લોન નહિ ભરનાર દંપતી મકાનનું સીલ તોડી ઘરમાં ઘૂસી ગયું

By GS Team
2 Jul 20261 min read
TukuTouch Logo
ગોત્રીના પુષ્પમ ટેનામેન્ટમાં રાજુ મશીલકર અને પત્નીએ ₹97 લાખની લોન લીધા બાદ હપ્તા ભર્યા ન હતા. બિરલા કેપિટલે કોર્ટ કાર્યવાહીથી મકાન સીલ કર્યું હતું. ગાર્ડ રજા પર હતા ત્યારે દંપતીએ સીલ તોડી, તાળાં ખોલી ઘરમાં પ્રવેશ કર્યો. બહાર નીકળવાનો ઇનકાર કરતા, લક્ષ્મીપુરા પોલીસે તેમની વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

લોન નહિ ભરનાર દંપતી મકાનનું સીલ તોડી ઘરમાં ઘૂસી ગયું

ગોત્રી વિસ્તારના એક મકાન પર લોન લીધા બાદ હપ્તા નહિ ભરનાર દંપતીએ મકાનનું સીલ તોડીને અંદર પ્રવેશ કરતાં બંને સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
સારાભાઇ કેમ્પસમાં આવેલી બિરલા કેપિટલ લિ.ના કલેક્શન મેનેજર મેહુલ ઠક્કરે પોલીસને કહ્યું છે કે,ગોત્રીના પુષ્પમ ટેનામેન્ટમાં મકાન ધરાવતા રાજુ મશીલકર અને તેની પત્નીના નામે મકાન પર કુલ રૃ.૯૭ લાખની લોન લેવામાં આવી હતી.પરંતુ ત્યારબાદ લોનના હપ્તા નહિ ભરતાં કંપનીએ કોર્ટ કાર્યવાહી કરી મકાનનો કબજો લીધો હતો.
કંપનીએ મકાન પર ગાર્ડ પણ મૂક્યો હતો.જે ગાર્ડ ગઇ તા.૧૦મી જૂને રજા પર જતાં દંપતીએ સીલ અને તાળાં તોડીને અંદર પ્રવેશ કર્યો હતો તેમજ બહાર નીકળવાનો ઇનકાર કરી અરજીઓ કરી છે તેવી દલીલો કરી હતી.જેથી લક્ષ્મીપુરા પોલીસે આ અંગે દંપતી સામે ગુનો નોંધ્યો છે.