Baroda

વડોદરા પાલિકાના દક્ષિણ ઝોનના વૃક્ષોના ટ્રીમીંગ-કટીંગના ઇજારામાં અંદાજ કરતાં વધુ ભાવના ટેન્ડરથી વિવાદ

By GS Team
3 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરા કોર્પોરેશન દ્વારા દક્ષિણ ઝોનમાં વૃક્ષોના ટ્રીમીંગ, ડિવાઈડર મેન્ટેનન્સ અને અર્બન ફોરેસ્ટની નિભાવણી માટે વાર્ષિક ઇજારામાં રૂ. 2.34 લાખ વધુ ચૂકવવા પડશે. રૂ. 1.30 કરોડના અંદાજ સામે જે.પી. કન્સ્ટ્રક્શને 1.8% વધુ ભાવ રજૂ કર્યો હતો. આજે સ્થાયી સમિતિની બેઠકમાં આ અંગે અંતિમ નિર્ણય લેવાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા પાલિકાના દક્ષિણ ઝોનના વૃક્ષોના ટ્રીમીંગ-કટીંગના ઇજારામાં અંદાજ કરતાં વધુ ભાવના ટેન્ડરથી વિવાદ

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોન વિસ્તારમાં વૃક્ષોના ટ્રીમીંગ-કટીંગ, ડિવાઈડર મેન્ટેનન્સ અને અર્બન ફોરેસ્ટની નિભાવણી માટે વાર્ષિક ઇજારો ફાળવવાની પ્રક્રિયામાં અંદાજિત રકમ કરતા રૂ.2.34 લાખ વધુ ચૂકવવાનો વારો આવ્યો છે. આ અંગેનો અંતિમ નિર્ણય આજે મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં લેવામાં આવશે.
પાર્ક્સ એન્ડ ગાર્ડન શાખા દ્વારા દક્ષિણ ઝોન વિસ્તારમાં વૃક્ષોના ટ્રીમીંગ અને કટીંગ ઉપરાંત ડિવાઈડર મેન્ટેનન્સ તથા અર્બન ફોરેસ્ટની નિભાવણી માટે ટ્રેક્ટર, ક્રેન, હાઇડ્રા સહિતના સાધનો અને માનવદિન સપ્લાય માટે વાર્ષિક ઇજારો ફાળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ કામગીરી માટે રૂ.1.30 કરોડના અંદાજ સાથે ઇજારદારો પાસેથી ભાવપત્રકો મંગાવવામાં આવ્યા હતા.
પ્રથમ ટેન્ડર પ્રક્રિયામાં ત્રણમાંથી માત્ર એક જ ઇજારદાર ક્વોલિફાય થતાં સ્પર્ધાત્મક ભાવ મળ્યા નહોતા. તેથી ફરીથી ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. બીજી વખત બે ઇજારદારોએ ભાગ લીધો હતો અને બંને ક્વોલિફાય થયા હતા.
જેમાં જે.પી.કન્સ્ટ્રક્શન દ્વારા અંદાજિત રકમ કરતાં 1.8 ટકા વધુ ભાવપત્રક રજૂ કરવામાં આવ્યું હતું, જે મુજબ પાલિકાને અંદાજિત ખર્ચ કરતાં આશરે રૂ.2.34 લાખ વધુ ચૂકવવા પડશે. જ્યારે જય અંબે સેનેટરી માર્ટ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટિવ સહકારી મંડળીએ અંદાજિત રકમ કરતાં 6 ટકા વધુ ભાવ રજૂ કર્યો હતો.
સૌથી ઓછું ભાવપત્રક રજૂ કરનાર જે.પી.કન્સ્ટ્રક્શનના દરને મંજૂરી આપવી કે અન્ય કોઈ નિર્ણય લેવો તે અંગે આજે મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં ચર્ચા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે.