મિત્રોના વિરોધાભાસ નિવેદનો, બાથરૃમમાં મૃતકને કરંટ લાગ્યો!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

દાંડિયાબજારમાં આવેલી હોટલ વિન્ટેજ ઇનના રૃમ નંબર ૩૦૨માંથી ગત તા. ૧૯ ઓગસ્ટે પાણીગેટના ખાટકીવાડમાં રહેતા ૩૧ વર્ષના ગુલામમુસ્તફા નૈયરનો મૃતદેહ મળી આવવાના મામલે રહસ્ય ઘેરાયું છે.
આ મામલે ડીસીપી ઝોન-૨ મંજીતા વણઝારાનું કહેવું છે કે તબીબના પ્રાથમિક અભિપ્રાય મુજબ મોત નેચરલ ડેથ હોવાનું જણાય છે. જોકે ડિટેઇલ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. મૃતકના શરીર પર કોઈ ઈજા નથી, પરંતુ હાથ અને ઘૂંટણના ભાગે કરંટ લાગ્યો હોય તેવા નિશાન છે. ગુલામમુસ્તફાને ગભરામણ થતાં તેને નવડાવવામાં આવી રહ્યો હતો અને આ દરમિયાન કરંટ લાગ્યો હોવાની શક્યતા છે.
રૃમમાં મૃતક મુસ્તુફા ઉપરાંત કિશન અને ભુવન હાજર હતા. પોલીસને ત્રીજી વ્યક્તિ ભુવનની હાજરીની જાણ થતાં તેનું પણ નિવેદન નોંધ્યું છે. ત્રણેય મિત્રો એકબીજાના પરિચયમાં હતા.
અગાઉ, ગુલામમુસ્તફાના મિત્ર કિશનના નિવેદન બાદ એસીપી અશોક રાઠવાએ કહ્યું હતુ કે ગુલામમુસ્તફા બાથરૃમમાં પડી જતા તેના માથાના ભાગે ઈજા થઈ હતી. સવારે ૭ વાગ્યે તેને ઉઠાડવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ તે જાગ્યો ન હતો. ત્યારબાદ ૧૦૮ની ટીમે સ્થળ પર પહોંચી ગુલામમુસ્તફાને મૃત જાહેર કર્યો હતો.
પોસ્ટમોર્ટમ દરમિયાન મૃતકના વિશેરા કબજે કરી ફોરેન્સિક મદદથી તપાસ ચાલી રહી છે. જો કે ડિટેઇલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મોતનું સાચુ કારણ બહાર આવશે તેમ પોલીસનું કહેવું છે.




